માન્ચેસ્ટરઃ પેસ બોલર અર્શદીપ સિંહ તથા નીતીશ કુમાર રેડ્ડી હાથ અને ઘૂંટણની ઈજાના કારણે માન્ચેસ્ટર ટેસ્ટના મેદાનમાં ઉતરશે નહીં. મોહમ્મદ સિરાજે જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં રમશે તે બાબતને સમર્થન આપ્યું છે. પાંચ મેચની શ્રેણી દાવ ઉપર હોવાના કારણે બુમરાહ ઓલ્ડ ટ્રેફર્ડમાં રમશે તેવી આશા હતી. ટૂર પહેલાં નક્કી થયેલી રણનીતિ મુજબ બુમરાહ પ્રથમ ત્રણમાંથી બે મેચ રમી ચૂકયો હોવાના કારણે વર્ક લોડને ધ્યાનમાં રાખીને ચોથી ટેસ્ટમાં રમશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા પ્રવતી રહી હતી. ભારત શ્રેણીમાં 1-2થી પાછળ છે. અને ઈજાઓ ચિંતાનો વિષય બન્યો છે, આ કારણથી ભારતીય ટીમ મેનેજમેન્ટ બુમરાહને રમાડવાનો નિર્ણય કર્યો છે.
સિરાજે માન્ચેસ્ટરમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બુમરાહ ચોથી ટેસ્ટમાં રમાશે. તાલમેલ બદલાઇ રહ્યો છે પરંતુ અમારે વધારે સારી બોલિંગ કરવાની જરૂર છે. બેઝિક રણનીતિ મુજબ અમારે ચોક્કસ એરિયામાં બોલ નાખવા પડશે.
ઓલ્ડ ટ્રેફર્ડમાં ત્રીજા પેસ બોલર તરીકે આકાશ દીપના રમવા અંગે અનિશ્ચિતતા છે. એજબેસ્ટન ખાતે સારો દેખાવ કર્યા બાદ લોર્ડ્સ ટેસ્ટમાં આકાશ અપેલા મુજબનો દેખાવ કરી શકયો નથી. તેને લાઇનલેન્ય અને પોતાના શરીર અંગે મુશ્કેલીઓ નડી હતી. તેને પીઠમાં સમસ્યા હોય તેવું લાગી રહ્યું છે અને તેણે મેદાન ઉપર જ ટ્રિટમેન્ટ લીધી હતી.
ટીમ ઇંગ્લેન્ડઃ જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ (વાઇસ કેપ્ટન), જો રૂટ, હેરી બ્રૂક, બેન સ્ટોક્સ (કેપ્ટન), લિયામ ડોસન, ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ અને જોફ્રા આર્ચર
ટીમ ઇંડિયાઃ શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઇસ કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કે.એલ. રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, આકાશ દીપ, કુલદીપ યાદવ અને અંશુલ કંબોજ.