બ્રિસ્ટોલમાં મોઇન અલીનો ઝંઝાવાતઃ ઈંગ્લેન્ડનો વિજય

Tuesday 26th September 2017 12:25 EDT
 
 

બ્રિસ્ટોલઃ મોઇન અલીની તોફાની સદી (૧૦૨) બાદ લિયામ પ્લેન્કેટે ઝડપેલી પાંચ વિકેટની મદદથી ઇંગ્લેન્ડે રવિવારે રમાયેલી ત્રીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૨૪ રને હરાવીને પાંચ મેચની શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી છે. મોઈને ૫૩ બોલમાં નોંધાવેલી સદી વડે ઇંગ્લેન્ડે નવ વિકેટે ૩૬૯ રન કર્યા હતા. મોઈને બીજી અડધી સદી માત્ર ૧૨ બોલમાં પૂરી કરી હતી. તેણે આઠ સિક્સર તથા સાત બાઉન્ડ્રી ફટકારી હતી. વિન્ડીઝ સામે ઇંગ્લેન્ડનો આ સર્વાધિક સ્કોર પણ રહ્યો હતો. અગાઉ તેણે ૨૦૦૯માં બર્મિંગહામ ખાતે એજબેસ્ટન ગ્રાઉન્ડમાં ૩૨૮ રન બનાવ્યા હતા. વન-ડે ફોર્મેટમાં ઇંગ્લેન્ડનો આ પાંચમો હાઇએસ્ટ સ્કોર રહ્યો છે. ઓપનર ક્રિસ ગેઇલ (૭૮ બોલમાં ૯૪ રન) ક્રિઝ પર હતો ત્યારે પ્રવાસી ટીમને વિજયની આશા હતી પરંતુ તેના રનઆઉટ થવાની સાથે જ વિન્ડીઝની ટીમ ૩૯.૧ ઓવરમાં ૨૪૫ રનના સ્કોરે સમેટાઇ ગઈ હતી.
ક્રિસ ગેઇલે નવ બાઉન્ડ્રી તથા છ સિક્સર ફટકારી હતી. ઇંગ્લેન્ડ માટે લિયામ પ્લન્કેટે ૫૨ રનમાં પાંચ તથા આદિલ રશીદે ૩૪ રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter