ભરૂચનો હબિબ ભડ ઇંગ્લેન્ડની ટીમમાં

Tuesday 13th September 2016 15:10 EDT
 

ભરૂચઃ ઇંગ્લેન્ડના લેન્કેશાયર ડિસ્ટ્રિક્ટના બોલ્ટનમાં રહેતા ભરૂચ તાલુકાના ઉમરાજ ગામના વતની ઇસ્માઇલ ભડના ૧૯ વર્ષીય પુત્ર હબિબે ઇંગ્લેડની ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે. આગામી ઓક્ટોબરમાં ઇંગ્લેન્ડ બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ટેસ્ટ મેચમાં તે ઇંગ્લેન્ડ તરફથી મેદાનમાં ઉતરશે.
લેન્કેશાયર કાઉન્સિલ ક્રિકેટ ક્લબના ઓપનિંગ બેટસમેન તરીકે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઝંપલાવનાર હબિબનો જન્મ બોલ્ટન ગ્રહર માન્ચેસ્ટર ખાતે ૧૭ જાન્યુઆરી, ૧૯૯૭ના રોજ થયો હતો. હબિબે પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ લેન્કેશાયર ગ્લેમાર્ગન ૨૦૧૫મા રમી હતી. જેમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ ૨૦૧૬માં લેન્કેશાયર ડિસ્ટ્રિક્ટ ટીમ તરફથી રમતા હબિબે સિઝનમાં સૌથી વધુ ૧૦૦૦ રન બનાવીને માઇક સાયરનનો રેકોર્ડ તોડ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter