ભારત ઓસ્ટ્રેલિયામાં વન-ડે, ટી-૨૦ શ્રેણી રમશે

Saturday 11th July 2015 05:22 EDT
 
 

મેલબોર્નઃ ટીમ ઇંડિયા વર્ષ ૨૦૧૬ની ક્રિકેટ સિઝનનો પ્રારંભ ઓસ્ટ્રેલિયા પ્રવાસ સાથે કરશે. વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને ભારત ૧૨મી જાન્યુઆરીથી પાંચ વન-ડે મેચની શ્રેણી રમશે. શ્રેણીની પ્રથમ મેચ પર્થમાં રમાશે.
ભારતીય ટીમ હવે ટેસ્ટ તથા વન-ડે શ્રેણી માટે અલગ અલગ પ્રવાસ ખેડશે. ત્રણ સપ્તાહના પ્રવાસમાં ભારતીય ટીમ પાંચ વન-ડે તથા ત્રણ ટ્વેન્ટી૨૦ મેચ રમશે. આ પ્રવાસ ૧૨મી જાન્યુઆરીથી ૩૧મી જાન્યુઆરી સુધીનો રહેશે. આ મેચો મેલબોર્ન, સિડની, પર્થ, એડિલેડ તથા બ્રિસબેનમાં રમાશે.
વન-ડે શ્રેણીમાં પ્રથમ મેચ મેલબોર્નમાં (૧૨ જાન્યુઆરી), બીજી મેચ પર્થ (૧૫મીએ), ત્રીજી મેચ બ્રિસબેનમાં (૧૭મીએ), ચોથી મેચ મેલબોર્નમાં (૨૦મીએ) તથા પાંચમી વન-ડે કેનબરા (૨૩મી) ખાતે રમાશે.
આ પછી ટ્વેન્ટી૨૦ શ્રેણીની પ્રથમ મેચ એડિલેડ ઓવલમાં ૨૬મીએ, બીજી મેલબોર્નમાં ૨૯મીએ તથા ત્રીજી મેચ સિડનીમાં ૩૧મી જાન્યુઆરીએ રમાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter