ભારતનો વિન્ડિઝ સામે સળંગ નવમી વન ડે શ્રેણીમાં વિજય

Wednesday 21st August 2019 07:15 EDT
 
 

ટ્રિનિદાદઃ કેપ્ટન કોહલીએ ૪૩ની વન-ડે સદી સાથે ૨૦,૦૦૦ ઈન્ટરનેશનલ રનની સિદ્ધિ ઉપરાંત વિક્રમોની વણઝાર સર્જતા ભારતે ૧૪મી ઓગસ્ટે મોડી રાત્રે પૂરી થયેલી ત્રીજી અને આખરી વન-ડેમાં વેસ્ટ ઇંડિઝને ડકવર્થ લુઈસની મદદથી ૬ વિકેટે હરાવીને ૨-૦થી શ્રેણી જીતી હતી. આ સાથે ભારતે વિન્ડિઝ સામે સતત નવમી વન ડે શ્રેણી જીતી છે. જ્યારે વિન્ડિઝે સળંગ ૨૧મી વન-ડે શ્રેણી ગુમાવી છે.

ટ્રિનિદાદમાં રમાયેલી આ ત્રીજી વન-ડે ભારે વરસાદના કારણે ૩૫-૩૫ ઓવરની હતી, જેમાં વિન્ડિઝને ૭ વિકેટે ૨૪૦ રન કર્યા હતા. જવાબમાં ભારતે ૩૨.૩ ઓવરમાં ૪ વિકેટે ૨૫૬ રન કર્યા હતા. ઐયરે સતત બીજી મેચમાં અડધી સદી ફટકારતાં ૬૫ રન કર્યા હતા. પ્લેયર ઓફ ધ મેચ કોહલીને સતત બીજી વન-ડેમાં સદી સાથે શ્રેણીની બે ઈનિંગમાં ૨૩૪ રન ફટકારવા બદલ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. ભારત વિન્ડિઝ સામે છેલ્લે ૨૦૦૬માં શ્રેણી હાર્યું હતું, જે પછી આ સતત નવમી શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ વિન્ડિઝને હરાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter