ભારતીય ક્રિકેટ બોર્ડ સબા કરીમના કામકાજથી નારાજઃ

Sunday 02nd August 2020 06:49 EDT
 
 

મુંબઇઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના ક્રિકેટ ઓપરેશન્સ ચીફ સબા કરીમના કામકાજથી નારાજ છે. સૂત્રો અનુસાર, બોર્ડ સબા પાસેથી રાજીનામું માગ્યું હતું અને તેણે આપી પણ દીધું છે. તાજેતરમાં જ બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરી પણ રાજીનામું આપી ચૂક્યા છે. બોર્ડ ટુંકમાં સમયમાં જ આ બંને મહત્ત્વના પદ પર નવી નિમણુક કરશે. બાવન વર્ષના સબા કરીમે ડિસેમ્બર ૨૦૧૭માં ક્રિકેટ ઓપરેશન્સના જનરલ મેનેજરનો પદભાર સંભાળ્યો હતો. બોર્ડને ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ સબા કરીમના પ્લાનિંગથી સંતોષ નહોતો. તેમણે કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન ઘરેલું ક્રિકેટ શરૂ કરવા અંગે કોઇ ખાસ એક્શન લીધા જ નહોતા. ૧૭ જુલાઇના રોજ યોજાયેલી એપેક્સ કાઉન્સિલની મીટિંગમાં પણ સબા કરીને બોલાવાયા ન હતા. અધિકારીએ કહ્યું કે, ‘સબાની નિમણૂક પ્રક્રિયાના સમયે તેમની જોહરી સાથે બેઠક થઇ હતી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter