ભારતીય હોકી કોચ ગુરદયાલસિંહે કેનેડામાં અંતિમ શ્વાસ લીધા

(કેનેડા કોર્નર)

Thursday 19th November 2026 06:38 EST
 
 

નવી દિલ્હી: ભારતીય મહિલા હોકી ટીમને 2002 કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક સુવર્ણચંદ્રક અપાવનાર પૂર્વ મુખ્ય કોચ ગુરદયાલસિંહ ભંગૂનું 86 વર્ષની વયે નિધન થયું છે. તેમણે કેનેડાના સરી શહેરમાં અંતિમ શ્વાસ લીધા હતા. 2002માં માન્ચેસ્ટરમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સની ફાઈનલમાં ભારતે યજમાન ઈગ્લેન્ડને 3-2થી હરાવી મહિલા હોકીમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રોમાંચક મુકાબલામાં મમતા ખરબે એક્સ્ટ્રા ટાઈમમાં નિર્ણાયક ગોલ કર્યો હતો. આ જીતની કહાની પરથી 2007માં શાહરુખ ખાન અભિનીત ફિલ્મ ‘ચક દે! ઈન્ડિયા’ની વાર્તાને પ્રેરણા મળી હતી. ફિલ્મમાં કોચ કબીર ખાનનું પાત્ર મીર રંજન નેગીથી પ્રેરિત હતું. જ્યારે વાસ્તવિક જીતના મુખ્ય કોચ ભંગૂ હતા. ઉલ્લેખનીય છે કે ભંગૂ 1998માં ભારતીય મહિલા ટીમના મુખ્ય કોચ બન્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ ભારતે 1998ના બેંગકોક એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter