મનીગ્રામ દ્વારા ક્રિકેટના મહાસંગ્રામનું પ્રમોશન

સેસિલ સોન્સ Wednesday 05th June 2019 05:51 EDT
 
 

લંડનઃ ક્રિકેટ વર્લ્ડ કપની મોસમનો આરંભ થઈ ગયો છે. આ સમયે લોર્ડ્સના મીડિયા સેન્ટર ખાતે ICC ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ સાથે મનીગ્રામના સંબંધને સૌથી રોમાંચક પહેલ ગણાવતા તેના યુરોપીય માર્કેટિંગ હેડ રિચાર્ડ લેવીએ જણાવ્યું હતું કે,‘ ક્રિકેટ વર્લ્ડ કપ સાથે મનીગ્રામનો સહયોગ લોકોને રોમાંચક રીતે નિકટ લાવશે અને રચનાત્મક અનુભવ તરીકે તેને માણવામાં સહાય કરશે.’ આ મીડિયા બ્રીફિંગમાં ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગન અને ICCના જનરલ મેનેજર કેમ્પબેલ જેમિસન પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ મીડિયા બ્રીફિંગમાં ‘Pay with Cash’, ‘Send & Win’ ટિકિટ મેળવવાની સ્પર્ધા તેમજ ‘Commentary Challenge’ કેમ્પેઈન્સનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ક્રિકેટચાહકો ૨૦૧૯ના ક્રિકેટ વર્લ્ડ કપની બે ટિકિટ જીતવાની તક માટે મનીગ્રામ દ્વારા નાણા મોકલી શકે છે. આ સ્પર્ધાત્મક પ્રમોશન યુનાઈટેડ કિંગ્ડમના ૧૮ કે તેથી વધુ વયના તમામ રહેવાસી માટે ખુલ્લું છે. આ માટે કુલ ૯ સાપ્તાહિક પ્રાઈઝ ડ્રો કરાશે. દરેક સાપ્તાહિક ડ્રોમાં સાત વિજેતાઓની પસંદગી થશે અને દરેક વિજેતા ૨૦૧૯ના ICC ક્રિકેટ વર્લ્ડ કપ મેચની બે ટિકિટ મેળવાના હકદાર બનશે.
ક્રિકેટચાહકો moneygram.co.uk/mywayની ઓનલાઈન મુલાકાત લઈ પોતાની પસંદગીના ખેલાડી અથવા ટીમને શુભેચ્છા સંદેશ પણ પાઠવી શકે છે અને મનીગ્રામ આ સંદેશ સંબંધિત ખેલાડી અથવા ટીમને મોકલી આપશે.
ક્રિકેટ ગ્રાઉન્ડમાં ચાહકો મનીગ્રામ કોમેન્ટરી ચેલેન્જ સ્ટેન્ડની મુલાકાત લઈ શકશે અને ક્રિકેટ કોમેન્ટરી રેકોર્ડ કરવા માટે યાદીમાંથી વીડિયોની પસંદગી કરી શકશે. સૌથી સારી ૧૫ એન્ટ્રીની પસંદગી કરાશે અને પસંદ કરાયેલા બે આખરી વિજેતાને ૧૪ જુલાઈએ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચની બે-બે ટિકિટ આપવામાં આવશે.

મનીગ્રામનો ICC સાથે ૨૦૧૦થી નાતો

યુનાઈટેડ સ્ટેટ્સમાં સ્થાપિત નાણા ટ્રાન્સફર કરતી કંપની MoneyGram-મનીગ્રામ મની ટ્રાન્સફર અને પેમેન્ટની ઈનોવેટિવ સેવા આપતી કંપની છે, જે ૨૦૦થી વધુ દેશ અને વિસ્તારોમાં કાર્યરત છે. લેવીએ જણાવ્યું હતું કે,‘ ગત મહિને ૧૭૦ દેશના લોકોએ મનીગ્રામ મારફત ભારતમાં નાણા મોકલ્યાં હતાં. વિશ્વના લગભગ દરેક દેશોમાંથી મનીગ્રામ દ્વારા ભારતમાં નાણા મોકલવામાં આવે છે. યુકેમાં મનીગ્રામ નેટવર્કમાં પોસ્ટ ઓફિસ, ટેસ્કો, ઓનલાઈન અને મનીગ્રામ એપનો સમાવેશ થાય છે.

ઈયોન મોર્ગનનો એશિયન પેરન્ટ્સને સંદેશ

લોર્ડ્સ મીડિયા સેન્ટર ખાતે બ્રિફિંગ પછી ‘એશિયન વોઈસ-ગુજરાત સમાચાર’ સાથે વિશેષ મુલાકાતમાં ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને જણાવ્યું હતું કે,‘ મારો ઉછેર ડબ્લિનમાં થયો હતો, જે ઈંગ્લેન્ડના પ્રોફેશનલ કોન્ટ્રાક્ટથી ઘણા અંતરે છે. મારું સ્વપ્ન સાકાર કરવા હું ઈંગ્લેન્ડ આવી ગયો. હવે સમગ્ર દશમાં કાઉન્ટીઝ, કોન્ટ્રાક્ટ્સ અને કોચિંગ મારફત વ્યાપક સંખ્યામાં તક મળી રહે છે. પ્રોફેશનલ ક્રિકેટ હવે તો નિવૃત્તિ પછી પણ અનેક માર્ગ પૂરા પાડે છે અને આ રમતની જે રીતે વ્યાપક વૃદ્ધિ થાય છે તે જોતાં તક પણ વધી રહી છે.
આથી, હું સંતાનો ક્રિકેટને કારકીર્દિ તરીકે લેવામાં આગળ વધે તેમાં સંશય ધરાવતા એશિયન પેરન્ટ્સને રાષ્ટ્રીય ટીમમાં આવી પોતાના સ્વપ્નોને સાકાર કરી રહેલા ખેલાડીઓ પર નજર નાખવા અનુરોધ કરું છું. જો તમારા બાળકનું સ્વપ્ન ક્રિકેટ રમવાનું હોય તો તેમને તેમના સ્વપ્નને સાકાર કરતા અટકાવશો નહિ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter