મિચેલ જ્હોન્સનની ૩૦૦ વિકેટની સિદ્ધિ

Sunday 02nd August 2015 07:50 EDT
 
 

એજબસ્ટનઃ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ જ્હોન્સને ત્રીજી એશિઝ ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લેન્ડના જોની બેરિસ્ટોની વિકેટ ઝડપવા સાથે ટેસ્ટ ક્રિકેટમાં ૩૦૦ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિ મેળવનાર તે ઓસ્ટ્રેલિયાનો પાંચમો બોલર બન્યો છે.
ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ વિકેટ ઝડપવામાં પ્રથમ સ્થાને રહેલા શેન વોર્ને ૧૪૫ ટેસ્ટમાં ૭૦૮ વિકેટ ખેરવી છે. ગ્લેન મેકગ્રાથે ૧૨૪ ટેસ્ટમાં ૫૬૩, ડેનિસ લિલીએ ૭૦ ટેસ્ટમાં ૩૫૫ તથા બ્રેટ લીએ ૩૧૦ વિકેટ ઝડપી છે. જ્હોન્સને ૬૯મી ટેસ્ટમાં ૩૦૦ વિકેટની સિદ્ધિ મેળવી છે. આ સાથે તે ૨૦૦૦ રન તથા ૩૦૦ વિકેટની વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર એલિટ ક્લબમાં પણ સામેલ થયો છે. ગ્રૂપમાં તે વોર્ન બાદ બીજો ઓસ્ટ્રેલિયન ખેલાડી છે.
ટેસ્ટ ક્રિકેટમાં ૩૦૦ વિકેટ ઝડપનાર જ્હોન્સન વિશ્વનો ૨૮મો બોલર છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૦-૧૧ની એશિઝ શ્રેણીમાં ખરાબ પ્રદર્શનના કારણે જ્હોન્સનની ટીકાઓ થઇ હતી. જોકે તેણે ૨૦૧૩-૧૪ની શ્રેણીમાં જોરદાર પુનરાગમન કરીને ૩૭ વિકેટો ખેરવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter