મુસ્તાક અહેમદ પાક. ટીમના સહાયક કોચ

Thursday 16th June 2016 07:09 EDT
 
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી)એ પૂર્વ લેગ સ્પિનર મુસ્તાક અહેમદને ટીમના ઇંગ્લેન્ડના પ્રવાસ માટે સહયાક કોચ બનાવ્યા છે. તેમને કોચ બનાવવામાં ચીફ કોચ મિકી આર્થરની સલાહે નિર્ણાયક ભૂમિકા ભજવી હોય તેવું મનાય છે. પીસીબીના પ્રવક્તાએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે મુસ્તાક ઉપરાંત પૂર્વ ટેસ્ટ ઓલરાઉન્ડર અઝહર મહેમૂદને પણ સહાયક કોચની ભૂમિકા અપાઈ છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન કિક્રેટ બોર્ડે આ પહેલા મિકી આર્થરની સલાહ માનવાનો ઇન્કાર કરી દીધો હતો. અઝહર મહેમુદ પાકિસ્તાનના પ્રવાસમાં શરૂઆતના તબક્કામાં ટીમ સાથે જોડાઈ શકશે નહીં. તે ઇંગ્લીશ કાઉન્ટી સરે ટીમ સાથે જોડાયેલો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ સાથે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ રિસ ફિલ્ડીંગ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. આ પહેલા પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં કોચ મુદ્દે ઘણા વિવાદો થઇ ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter