રિયલ મેડ્રિડને ૩-૨થી હરાવી બાર્સેલોના ચેમ્પિયન

Wednesday 02nd August 2017 08:06 EDT
 
 

માયામીઃ માયામીના હાર્ડ રોક સ્ટેડિયમ ખાતે યોજાયેલા ચેમ્પિયન્સ કપના મુકાબલા ‘અલ ક્લાસિકો’માં લા લીગા અને યુરોપિયન ચેમ્પિયન રિયલ મેડ્રિડને એક રોમાંચક મુકાબલામાં ૩-૨થી હરાવી ફૂટબોલ ક્લબ બાર્સેલોના બની હતી. ૧૯૮૨માં વેનેઝુએલામાં યોજાયેલા ‘અલ ક્લાસિકો’ બાદ બંને ટીમો વચ્ચે સ્પેનની બહાર આ પ્રથમ મુકાબલો હતો. આ મેચમાં બાર્સેલોનો મેસ્સી, ઇવાન રેકેટિચ અને જેરાર્ડ પીકેના ગોલથી રિયલ મેડ્રિડની ટીમને પરાજિત કરી હતી. રિયલ તરફથી મેટિયો કોવાકિક અને માર્કો એસેન્સિયોએ ગોલ ફટકારી ટીમનો સ્કોર બરોબરી પર લાવી દીધો હતો પરંતુ પીકેએ ગોલ ફટકારી બાર્સેલોનાને શાનદાર જીત અપાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter