રોય અને વિલી ગેરવર્તણૂક બદલ દંડાયા

Friday 01st April 2016 04:05 EDT
 
 

નવી દિલ્હીઃ શ્રીલંકા વિરુદ્ધ ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૬ માર્ચે રમાયેલી મેચમાં આઈસીસીની આચારસંહિતાના ઉલ્લંઘન બદલ ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોય અને ઝડપી બોલર ડેવિડ વિલીને દંડ ફટકારાયો છે. શ્રીલંકા વિરુદ્ધ ૩૯ બોલમાં ૪૨ રનની ઈનિંગ્સ રમનારા રોયને ૧૩મી ઓવરમાં એલબીડબ્લ્યુ આઉટ આપવામાં આ‌વ્યો હતો. તેણે બે વખત અમ્પાયરના નિર્ણય સામે અસંતોષ નોંધાવ્યો હતો. એલબીડબ્લ્યુ આઉટ અપાયા બાદ રોયે અશ્લીલ ભાષાનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ મેદાનની બહાર જતા સમયે તેણે પોતાનું બેટ અને હેલ્મેટ ફેંક્યું હતું. આ ગેરવર્તણૂક બદલ તેને મેચ ફીની ૩૦ ટકા રકમનો દંડ ફટકારાયો હતો.
જ્યારે વિલીએ ત્રીજી ઓવરમાં સિરિવર્દનાને આઉટ કર્યા બાદ અશ્લીલ ભાષાનો ઉપયોગ કર્યો હતો. જે બદલ વિલી પર મેચ ફીના ૧૫ ટકા દંડ ફટકારાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter