વન-ડે રેન્કિંગમાં કોહલીનો દબદબો

Saturday 26th September 2020 05:43 EDT
 
 

દુબઇઃ ભારતીય સુકાની વિરાટ કોહલીએ આઇસીસી વન-ડે બેટ્સમેનોની યાદીમાં પોતાનું મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. ઇંગ્લેન્ડના જોન બેરિસ્ટોને તાજેતરમાં રમાયેલી ૫૦ ઓવરની મર્યાદિત ઓવર્સવાળી ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં શાનદાર પ્રદર્શનનો ફાયદો થયો છે અને તે ટોપ-૧૦માં પ્રવેશ્યો છે. વિરાટ કોહલી ૮૭૧ રેટિંગ પોઇન્ટ સાથે પ્રથમ જ્યારે રોહિત શર્મા ૮૫૫ પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. 

બંને ખેલાડીઓ કોવિડ-૧૯ની મહામારીના કારણે કેટલાક મહિનાથી રમતા નહીં હોવા છતાં તેઓ પોતાના રેટિંગને જાળવવામાં સફળતા મેળવી છે.
ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં બેરિસ્ટોએ ૧૯૬ રન બનાવ્યા હતા અને પોતાની અંતિમ મેચમાં ૧૨૬ બોલનો સામનો કરીને ૧૧૨ રનની ઇનિંગ્સ રમી હતી જેના કારણે તેણે ટોપ-૧૦માં પ્રવેશ કર્યો છે. યોર્કશાયર કાઉન્ટીના આ બેટ્સમેને ૨૦૧૮ના ઓક્ટોબરમાં નવમું સ્થાન હાંસલ કર્યું હતું.
મેક્સવેલ પાંચ ક્રમાંકની આગેકૂચ સાથે સંયુક્ત રીતે ૨૬મા તથા એલેક્સ ૧૧ ક્રમાંકની હરણફાળ ભરીને કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ૨૮મા ક્રમાંકે પહોંચી ગયો છે. ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર ક્રિસ વોકિસ બોલિંગમાં ત્રણ ક્રમના ફાયદા સાથે ચોથા ક્રમે પહોંચ્યો છે. ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બાઉલ્ટ તથા ભારતનો જસપ્રીત બુમરાહ પ્રથમ બે સ્થાને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter