વન-ડેમાં દિલશાનના ૧૦ હજાર રન

Tuesday 28th July 2015 14:30 EDT
 
 

હંબનટોટાઃ શ્રીલંકાનો અનુભવી ઓપનિંગ બેટ્સમેન તિલકરત્ને દિલશાને વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૦ હજાર રન પૂરા કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો ૧૧મો બેટ્સમેન બન્યો છે. દિલશાને પાકિસ્તાન સામેની પાંચમી તથા અંતિમ વન-ડે મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ૧૦ હજાર રન પૂરા કરવા માટે દિલશાનને વધુ ૫૫ રનની જરૂર હતી. તે ૬૩ રન બનાવીને આઉટ થયો હતો અને આ રીતે તેના નામે ૧૦,૦૦૮ રન નોંધાયા છે. તેણે વન-ડેમાં ૨૨ સદી તથા ૪૫ અડધી સદી ફટકારી છે. તેની સરારેશ ૩૯.૭૧ની છે અને તેણે ભારત સામે સર્વાધિક ૨૨૫૫ રન બનાવ્યા છે. ઝિમ્બાબ્વે સામે ૧૯૯૯માં બુલાવાયો ખાતે પોતાની વન-ડે ક્રિકેટ કારકિર્દી શરૂ કરનાર દિલશાન આ સિદ્ધિ મેળવનાર શ્રીલંકાનો ચોથો બેટ્સમેન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter