વિમ્બલ્ડનઃ મરેને હરાવીને ફેડરર ફાઇનલમાં

Saturday 11th July 2015 06:54 EDT
 
 

વિમ્બલ્ડનઃ સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી ટેનિસ સ્ટાર રોજર ફેડરરે ૭-૫, ૭-૫, ૬-૪થી એન્ડી મરેને હરાવીને વિમ્બલ્ડનની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ સાથે જ બ્રિટનના એન્ડી મરેના વિમ્બલ્ડન અભિયાનનો અંત આવ્યો છે.
રવિવારે રમાનારી મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ફેડરરનો મુકાબલો સર્બિયાના વર્લ્ડ નંબર વન યોકોવિચ સામે થશે. અગાઉ સર્બિયાના વર્લ્ડ નંબર વન ટેનિસસ્ટાર યોકોવિચે ફ્રાન્ચના રિચાર્ડ ગાસ્કેટને ૭-૬(૭-૨), ૬-૪, ૬-૪થી હરાવીને વિમ્બલ્ડન ગ્રાં સ્લેમ ચેમ્પિયનશીપમાં મેન્સ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter