શાહિદ આફ્રિદીના વળતા પાણીઃ પીસીબીએ કોન્ટ્રેક્ટ કરવાનું ટાળ્યું

Thursday 03rd November 2016 07:49 EDT
 
 

કરાચીઃ પાકિસ્તાની ક્રિકેટ રસિયાઓ અને ચાહકોને આગામી વર્ષે શાહિદ આફ્રિદીની રમત જોવા નહીં મળે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા તાજેતરમાં જ ખેલાડીઓના કોન્ટ્રાક્ટ રિન્યૂ કરાયા છે અને કેટલાક ખેલાડીઓ સાથે નવેસરથી કરાર કરાયા છે. જોકે પાકિસ્તાન બોર્ડે શાહિદ આફ્રિદી અને સઈદ અજમલ સાથે કોઇ કોન્ટ્રાક્ટ કર્યો નથી. પાકિસ્તાન ક્રિકટે બોર્ડનો આ નિર્ણય સૂચવે છે કે, ૨૦૧૬-૧૭ માટે કરાયેલા કરારોમાંથી આફ્રિદી અને અજમલને બહાર રાખીને તેમને શાનમાં સમજાવી દેવાયું છે.
ઉલ્લેખનીય છે કે આફ્રિદીને ગયા વર્ષે થયેલા કોન્ટ્રાક્ટમાં એ કેટગરીમાં રખાયો હતો. આ વખતે તે કોન્ટ્રાક્ટમાં સ્થાન મેળવવામાં પણ નિષ્ફળ ગયો છે. બોર્ડે ઓફ સ્પિનર સઈદ અજમલને આ યાદીમાંથી દૂર કર્યો છે. આઇસીસી દ્વારા અજમલ પર ૨૦૧૪માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે તેમ છતાં તેને ગત વર્ષે પોતાના કોન્ટ્રાક્ટમાં સ્થાન આપ્યું હતું અને આ વર્ષે તેને પડતો મૂક્યો છે. આ ઉપરાંત જમણેરી બોલર જુનૈદ ખાનને યાદીમા સ્થાન અપાયું નથી. નવી યાદીમાં સ્પિનર યાસિર સાહને એ કેટેગરીમાં સ્થાન અપાયું છે. આ સિવાય મોહમ્મદ હાફિઝ અને શોએબ મલિકને પણ ટોચની શ્રેણીમાં સ્થાન આપવામાં
આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter