સાઉથ એશિયન ગેમ્સઃ ભારતે મેડલની ત્રેવડી સદી પૂરી કરી

Friday 19th February 2016 04:09 EST
 
 

ગુવાહાટીઃ અસમ રાજ્યના ગુવાહાટી અને શિલોંગમાં યોજાયેલી ૧૨મી સાઉથ એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ પોતાનો દબદબો જાળવી રાખતાં ૧૮૮ ગોલ્ડ, ૯૦ સિલ્વર અને ૩૦ બ્રોન્ઝ સાથે કુલ ૩૦૮ મેડલ જીતીને ટોચનું સ્થાન મેળવ્યું હતું. ૧૨મી સાઉથ એશિયન ગેમ્સના અંતિમ દિવસે ભારતીય મહિલા બોક્સર મેરિ કોમ અને સરીતા દેવીએ ગોલ્ડ મેડલ જીત્યા હતા.
મેરિ કોમે મહિલા વિભાગની ૪૮-૫૧ કિગ્રા વજન વર્ગની ફાઇલમાં શ્રીલંકા અનુશા કોડીતુવાક્કુને ૯૦ સેકન્ડથી ઓછા સમયમાં ટેકનિકલ નોકઆઉટ દ્વારા હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. અનુશાને મેરિ કોમે જોરદાર પંચ મારતાં પોતાનું બેલેન્સ ગુમાવી બેસી હતી અને ઈજાગ્રસ્ત બની હતી. અનુશાને ઈજાના કારણે બે-ત્રણ મહિના આરામ કરવો પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter