સિંધુને હરાવનાર કેરોલિન મારિન અગાઉ બેલે ડાન્સર હતી

Saturday 20th August 2016 07:03 EDT
 
 

રિયો ડી’ જાનેરોઃ રિયો ઓલિમ્પિકની વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં ભારતની પી. વી. સિંધુનો મુકાબલો કરનાર સ્પેનની કેરોલિન મારિનની કહાની એકદમ અલગ છે. તેણે સ્કૂલની એક દોસ્તના કારણે આઠ વર્ષની વયે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું. સ્પેનના હુલેવામાં જન્મેલી કેરોલિન એક સમયે બેલે ડાન્સર હતી અને તે પોતાના વિલેજના પ્રખ્યાત ફ્લેમેન્કો ડાન્સ માટે જાણીતી બની હતી. ફ્લેમેન્કો ડાન્સમાં ડાન્સરના પગ ઝડપથી થનથનતા રહે છે અને આ પ્રેક્ટિસ હવે બેડમિન્ટન કોર્ટમાં કેરોલિનનું સૌથી મોટું મજબૂત પાસું બની ગયું છે. તે જ્યારે આઠ વર્ષની હતી ત્યારે તેની બહેનપણીએ સમય પસાર કરવા માટે બેડમિન્ટનનું રેકેટ હાથમાં પકડાવી દીધું હતું. કેરોલિનને રમત પસંદ પડી હતી અને પગની ઝડપી મૂવમેન્ટમાં ફના કારણે તે અન્ય કરતાં વધારે સારો દેખાવ કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter