લંડનઃ ઈપ્સવિચ એન્ડ કોલ્ચેસ્ટર ક્રિકેટ ક્લબના ખેલાડી કિશોર કુમાર સાધકે અતુલનીય સીમાચિહ્ન સમાન સિદ્ધિ હાંસલ કરી છે. 37 વર્ષીય સ્પીનર સાધકે એક જ મેચની સતત બે ઓવરમાં બે વખત હેટ-ટ્રિક મેળવીને ઈતિહાસ રચ્યો છે. સાધકે આઉટ કરેલા 6 ખેલાડીમાંથી 5 ક્લીન બોલ્ડ થયા હતા અને એક ખેલાડીનો કેચ લેવાયો હતો.
કિશોરે કેસગ્રેવ ખાતે તેમની ટુ કાઉન્ટીઝ ચેમ્પિયનશિપ ડિવિઝન સિક્સ ગેમમાં અકલ્પનીય પ્રદર્શન કર્યું હતું. તેમણે 10 જુલાઈ, 2025 ગુરુવારની મેચમાં 21 રનમાં 6 વિકેટના અવિશ્વસનીય આંકડા સાથે IPSCOL ઈલેવનને 7 વિકેટથી આશ્ચર્યજનક વિજય સાથેની પ્રથમ ટીમ બનાવી હતી.
આવો અકલ્પનીય દેખાવ 113 વર્ષ પછી જોવા મળ્યો છે. અગાઉ, મે 28 1912ના દિવસે બોલર જીમી મેથ્યુઝે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાનમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધની મેચમાં સતત બે ઓવરમાં હેટ-ટ્રિક મેળવી હતી.