હરિયાણાના દૂધવાળાનો પુત્ર ગોલ્ફમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યો

Tuesday 21st July 2015 12:20 EDT
 
 

નવી દિલ્હીઃ હરિયાણા એક ગામડામાં દૂધ વેચવાનું કામ કરતા ખેડૂત જગપાલનો ૧૦ વર્ષનો પુત્ર શુભમ્ જગલાન કેલિફોર્નિયામાં રમાયેલી ગોલ્ફ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટમાં વિજયી બન્યો છે. પાણીપતના ઈસરાના ગામમાં રહેતા શુભમે દુનિયાભરના ૧૧૫ જુનિયર ગોલ્ફરોને પરાજય આપ્યો હતો. ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના જેફરી યુ ગુઆનને એક સ્ટ્રોકથી પરાજય આપ્યો હતો.
ફાઉન્ટેન કોર્સના વેલ્ક રિસોર્ટમાં યોજાયેલી ત્રણ દિવસની ટૂર્નામેન્ટમાં શુભમ્ ૬૦નું કાર્ડ રમ્યો અને કુલ સાત અંડરની રમત સાથે ૧૭૯નો સ્કોર કર્યો. આ સાથે જ તેણે વર્લ્ડ જુનિયર ગોલ્ફ ચેમ્પિયનશિપનું ટાઈટલ પોતાના નામે કરી લીધું હતું. ઉલ્લેખનીય છે કે શુભમ્ આમિર ખાનનો મોટો ચાહક છે અને તેણે અનેક વખત આમિરની મુલાકાત લીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter