હવે બેટ્સમેનના બદલે ‘બેટર કે બેટર્સ’ લખાશે

Saturday 02nd October 2021 05:05 EDT
 

લંડનઃ મેરિલબોર્ન ક્રિકેટ ક્લબ (એમસીસી)એ તેના નિયમોમાં ઐતિહાસિક નિર્ણય લીધો છે. એમસીસીએ બેટ્સમેનના સ્થાને જેન્ડર ન્યૂટ્રલ પ્રથાના આધારે હવે બેટર કે બેટર્સ શબ્દનો ઉપયોગ કરવાની જાહેરાત કરી છે. એમસીસીની સમિતિએ આ ફેરફારને મંજુરી પણ આપી દીધી છે. ક્રિકેટના નિયમો ઘડનારી સંસ્થા એમસીસીનું માનવું છે કે જેન્ડર ન્યૂટ્રાલિટી શબ્દનો ઉપયોગ ક્રિકેટની સ્થિતિ સુધારવામાં મદદરૂપ બનશે. એમસીસીએ આ ફેરફાર તાત્કાલિક અસરથી લાગુ કર્યો છે. એમસીસીએ જણાવ્યું હતું કે ક્લબની વિશેષ કાનૂની સલાહકાર સમિતિ દ્વારા પ્રારંભિક ચર્ચા કરાઇ હતી અને ત્યારબાદ આ ફેરફારને એમસીસીની સમિતિએ મંજૂરી આપી દીધી છે. એમસીસીનું માનવું છે કે ઘણા મીડિયા સંગઠન ઘણા લાંબા સમયથી પોતાના રમત રિપોર્ટિંગ બેટર શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter