હેમ્બર્ગ ઓપનમાં રફેલ નાદાલ ચેમ્પિયન

Tuesday 04th August 2015 14:55 EDT
 
 

હેમ્બર્ગઃ સ્પેનના સ્ટાર ખેલાડી રફેલ નાદાલે રવિવારે ઇટાલીના ફેબિયો ફોગનિનીને ૭-૫, ૭-૫થી સીધા સેટમાં હરાવીને હેમ્બર્ગ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે. આ સાથે જ નાદાલે કારકિર્દીનું ૬૭મું તથા ક્લે કોર્ટ પર ૪૭મું ટાઇટલ જીત્યું છે. વર્ષ ૨૦૦૮માં છેલ્લે આ સ્પર્ધા જીતનાર નાદાલ ત્રીજી વખત હેમ્બર્ગ ઓપનમાં ચેમ્પિયન બન્યો છે.
તાજેતરમાં રમાયેલા વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમમાં ડસ્ટિન બ્રાઉન સામે અપસેટનો ભોગ બનેલા રફેલ નાદાલ બે કલાક અને ૩૪ મિનિટ સુધી રમાયેલી ફાઇનલમાં બીજા સેટમાં ૩-૧થી આગળ હતો. તેણે આઠમા ક્રમાંકિત ફોગનિની સામે બે સેટ પોઇન્ટ બચાવીને મુકાબલો પોતાની તરફેણમાં કરી લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter