બાર્નેટ બરોના બર્નટોક વિસ્તારમાં વર્ષોથી કાર્યરત સંગમ એસોસિએશન ઓફ એશિયન વુમનના નેતૃત્વ હેઠળ કાર્યરત સંગમ એડવાઇઝ સેન્ટર હવે ૧૪ જાન્યુઆરી ૨૦૨૨થી બંધ થાય છે! એવું જાણી સાચી હકીકત શું છે? એની પાછળ શું કારણ છે? એ જાણવા માટે "ગુજરાત સમાચાર"ને આ પત્ર પાઠવી રહી છું. હું અને મારી ઘણી ફ્રેન્ડ અમે સંગમ સેન્ટરમાં યોજાતા કાર્યક્રમોમાં ભાગ લેવા જતા હતા.
વર્ષોથી કાર્યરત આ મહિલાઓની સંસ્થા "સંગમ" સેન્ટરની સ્થાપનામાં તારાબેન કોઠારી, લેડી બાગરી, ઉષાબેન, ઇન્દુબેન શેઠ જેવી ખમતીધર બહેનોનું મોટું અનુદાન રહ્યું છે. લગભગ ૫૦ વર્ષથી સતત કાર્યરત આ સંસ્થાનું એડવાઝ સેન્ટર ઘણા લોકો માટે માર્ગદર્શક, મદદરૂપ બન્યું છે તો કેમ બંધ કરવું પડે છે?!! યુ.કે.માં તમારું જ પેપર આવી બધી બાબતે તપાસ કરી અમારા જેવા વાંચકોના પ્રશ્નોના જવાબ આપી શકે છે એટલે જ હું આ પત્ર તંત્રીશ્રી આદરણીય સી.બી.સાહેબને આ પત્ર ખાસ લખું છું.

