તમારામાંથી ઘણાને ‘ફીલિંગ ગૂડ’ ગીતના આ શબ્દો ભારે આશાવાદ સાથે નૂતન વર્ષમાં પ્રવેશ કરવાની પ્રેરણા આપશે. આ શબ્દો છેઃ
It‘s a new dawn,
It‘s a new day,
It‘s a new life,
For me, And I‘m feeling good.
(આ નવું પરોઢ છે, આ નવો દિવસ છે, આ નવું જીવન છે, મારા માટે, અને ખરે જ ખૂબ ખૂબ ખુશી અનુભવી રહ્યો છું.)
એક વિશ્વમાં જે નિરંતર સ્વવિનાશના માર્ગે છે. એવું વિશ્વ જે પોતાની અમાનવીયતાને ચમકાવવાના નિત્ય નવા માર્ગો શોધતું રહે છે. એવું વિશ્વ જ્યાં કેટલાક માટે લાલચ અને અસહિષ્ણુતા ગુણ બની ગયા છે. એવું વિશ્વ જ્યાં પ્રેમનું સ્થાન ઘૃણા, શાંતિનું સ્થાન અરાજકતા, ન્યાયનું સ્થાન અન્યાયે લીધું છે, અને એવું વિશ્વ જ્યાં મતભેદોના સમાધાન માટે હિંસા પ્રથમ યોગ્ય પગલું ગણાય છે. આવામાં વહેલી સવારે ઉઠીને ખુશી અનુભવવી ઘણું મુશ્કેલ ગણાય. આમ છતાં, મારા, દેશ અથવા વિશ્વ માટે તાકીદના કોઈ મુદ્દાઓ અથવા આસપાસની સમસ્યાઓને ધ્યાનમાં લીધા વિના હું ખુશીના અનુભવ સાથે જાગું છું. કેટલાકને કદાચ આ ગાંડપણ લાગશે પરંતુ, મારા માટે ખુશીનો અહેસાસ મનોસ્થિતિ છે. આ વિશ્વને બદલવા માટે એક વ્યક્તિ તરીકે હું કાંઈ કરી શકું તેની મર્યાદા છે. હું કપિલની ખીચડી મારફત અથવા મારા જાહેર પ્રવચનો અથવા વ્યક્તિ રોજ જે કાર્ય કરે તેની મારફત પરિવર્તનની અસર સર્જવા ઈચ્છા રાખી શકું. હું સૌથી સહેલી બાબત કરી શકું તે મારી અંદર જ બદલાવ લાવવો જેથી મારી આસપાસનું વિશ્વ એવી રીતે નિહાળી શકું જેમ માનવઈર્ષાના કચરામાંથી સોનાના ટુકડા નિહાળતી આંખોમાંથી જોઈ શકાય.
આમ છતાં મિત્રો, મારા માટે આ નવું પરોઢ છે, આ નવો દિવસ છે, આ નવું જીવન છે અને 2024માં ખરે જ ખૂબ ખૂબ ખુશી અનુભવી રહ્યો છું.
યુકેમાં આપણે સામાન્ય ચૂંટણીઓ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે 2024 ભારે પાગલપણું લાવશે. કેર સ્ટાર્મર ઈલેક્શન જીતી જાય તેમ લાગે છે પરંતુ, જેરેમી કોર્બિન અને મુસ્લિમ કોમ્યુનિટી લેબર પાર્ટીના કામકાજ અને સંપૂર્ણ વિજય હાંસલ કરવાની યોજનાને ખોરવી નાખશે ખરાં? એ તો માત્ર સમય જ કહી શકે.
વડા પ્રધાન મોદી માટે ભવિષ્ય ઉજ્જવળ જણાય છે. તેઓ રાષ્ટ્રને પ્રથમ મૂકનારા વિશ્વનેતાનું પ્રતિનિધિત્વ કરે છે. મેં ગત 9 વર્ષ દરમિયાન ઘણી વખત પરિવર્તનના દર વિશે પ્રશ્ન ઉઠાવ્યો છે પરંતુ, વડા પ્રધાન મોદી માત્ર ભારત માટે જ નહિ, સમગ્ર વિશ્વ માટે હવાની નવી લહેરખી બન્યા હોવાં વિશે જરા પણ શંકા નથી. 2024માં અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન સાથે તેઓ દરેકને સંકેત પાઠવી રહ્યા છે કે ઈન્ડિયા સૌપહેલા ભારત છે. ભૂતકાળની બુરાઈઓ, આક્રમણખોરો દ્વારા લખાયેલા ભ્રષ્ટ ઈતિહાસના વર્ણનોને સુધારવામાં આવશે અને ભારતના સાચા રખેવાળો જાગશે અને વિશ્વને નવા યુગમાં આગળ લઈ જશે. હું ખરેખર ખુશી અનુભવું છું.
આ ધાર્મિક ઊર્જા વિશ્વને રચનાત્મક રીતે અસર કરી રહી છે. વડા પ્રધાન મોદી સાથે આછેરી મુલાકાત અને ઈટાલીના વડા પ્રધાન જ્યોર્જીઆ મેલોની તેમના પ્રશંસક બની ગયાં છે. ભારતનું ખોટું ચિત્રણ કરનારા યુરોપના અન્ય નેતાઓ પણ ભારતની તરફેણમાં આવવામાં અવરોધરૂપ બની રહેલા તેમના પોતાના સામંતવાદી પૂર્વગ્રહો વિશે ગંભીરપણે વિચારી રહ્યા છે. આપણે સાંભળ્યું છે કે ભારતના પ્રજાસત્તાકદિને માનવંતા અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેવા ભારતના આમંત્રણને સ્વીકારવામાં ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઈમાન્યુએલ મેક્રોંએ એક સેકન્ડ કરતાં ઓછો સમય લીધો હતો.
શ્રી રામ મંદિરના ઉદ્ઘાટનનું કાર્ય પૂર્ણ થવાની સાથે જ વડા પ્રધાન મોદી BAPS સ્વામિનારાયણ સંસ્થાન મંદિરનું ઉદ્ઘાટન કરવા અબુ ધાબીના પ્રવાસે જશે. મિડલ ઈસ્ટ માટે આ ઈતિહાસના સાચા ચારરસ્તા છે. અબુ ધાબી નેતૃત્વ કરે છે ત્યારે નોંધપાત્રપણે મિડલ ઈસ્ટના બાકીના દેશોમાં ઘણા ભારત અને ભારતીયો પ્રત્યે ખુલ્લેઆમ શત્રુતા દર્શાવે છે. કદાચ આ પ્રેમ, શાંતિ અને સમાધાનનું બીજ રાષ્ટ્રો વચ્ચે વધુ સારા સંબંધો વિકસાવવાને પ્રોત્સાહન આપશે.
અંતિમતાના દેશ અમેરિકામાં પાગલપન યથાવત છે. શું પ્રેસિડેન્ટ ટ્રમ્પ બીજી વખત સત્તાએ આવી શકશે. જો તેમને ઉમેદવારી કરવા દેવાશે તો આનો ઉત્તર હા છે. અત્યારે તો દરેક જાહેર સંસ્થાઓ પૂર્વ પ્રમુખને સર્વોચ્ચ પદ માટે ઉમેદવારી કરતા રોકવા દરેક દાવપેચ અજમાવી રહેલ છે. મને તો શંકા છે કે નાટકનો તો હજુ આરંભ જ થયો છે. શું પ્રેસિડેન્ટ ટ્રમ્પ 2024માં ખુશીને અનુભવશે? આ તો માત્ર સમય જ કહી શકે.
ઈઝરાયેલે તો વિશ્વને બતાવી દીધું છે કે બસ, હવે બહું થયું. તેણે પેલેસ્ટિની ટેરરિસ્ટ્સને એવો પ્રત્યાઘાત પાઠવ્યો છે જે કોઈ દેશ પોતાનું અને પોતાના નાગરિકોનું રક્ષણ કરવા શું કરી શકે તેની વ્યાખ્યાને પુનઃ લખી શકે છે. ભારતે આની નોંધ લેવી જોઈએ અને ભારતના પાડોશીઓએ પણ નોંધ લેવી જ જોઈએ! આ કળિયુગમાં આપણે પોતાનું નિર્વાણ શોધવા પ્રયાસો કરવા જોઈએ. ફીલિંગ ગુડ એ તો મનોસ્થિતિ છે. જ્યારે આપણી આસપાસ સર્વત્ર ગાંડપણ છવાયેલું હોય ત્યારે આપણે પોઝિટિવ એનર્જીનાં બીજાંકુરો શોધવા જોઈશે. આપણે ખુદ પરિવર્તન બનીએ અને નિષ્ઠા સાથે આપણા કર્મો કરતા રહીએ.
તમને બધાને ખુશખુશાલ નૂતન વર્ષની શુભેચ્છા. તમારું વર્ષ 2024 સારું જાય.


