21મી સદીના રામ રાજ્યને સ્થાપિત કરવાનો સમય

કપિલ દૂદકીઆ Tuesday 30th January 2024 11:00 EST
 
 

રઘુપતિ રાઘવ રાજારામ, પતિત તપાવન સીતારામ

સુંદર વિગ્રહ મેઘાશ્યામ, ગંગા તુલસી શાલિગ્રામ

ભદ્ર ગિરિશ્વર સીતારામ, ભક્તજન પ્રિય સીતારામ

જાનકી રમણા સીતારામ, જય જય રાઘવ સીતારામ

વિશ્વપ્રસિદ્ધ ભજન ‘રઘુપતિ રાઘવ રાજારામ’ના આ સાચા અને મૂળ શબ્દો છે. આપણે કદી પણ આપણા વારસાની સમૃદ્ધિ અને આધ્યાત્મિક પવિત્રતાને આંતરધર્મીય સંબંધોના નામે અથવા સાંસ્કૃતિક વૈવિધ્યની ‘વેદી’ પર મલિન થવા દેવા ન જોઈએ.

દરેક લેખક અને કોમેન્ટેટરે આ સહસ્રાબ્દીનાં સૌથી મોટા ઈવેન્ટ, અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટનને આવરી લીધો જ છે. તમે જરા પણ ચિંતા ન કરશો કારણકે હું આ રિપોર્ટ્સનું પુનરાવતર્ન કરવાનો નથી. એક હિન્દુ તરીકે આ મનન અથવા મનોમંથનનો સમય હોવો જોઈએ. એવો સમય જ્યારે આપણે જાતને જ કેટલાક કઠોર પ્રશ્નો કરવા જોઈએ. તો મને તેલમાં પડેલી માખીની માફક ફડફડવા દો. અને જ્યારે ઘણા લોકો શાહમૃગની માફક ‘મને ખબર નથી’ અથવા ‘હું શું કરી શકર્યો હોત?’ની રેતીમાં માથું છુપાવી દેવા ઈચ્છશે પરંતુ, આપણે માટે તો કુંભકર્ણની ઘોર નિદ્રા કે આળસમાંથી જાગી જવાનો આ સમય છે.

આપણે ભૂતકાળમાં જઈને ઘણી પીડા અને દુઃસાહસોને નિહાળવા પડશે પરંતુ, અત્યારે તો તેને આપણે જરા બાજુએ જ મૂકી દઈએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરી, 2024ના દિવસે ભારતને આત્મ-સાક્ષાત્કાર અને આપણે પ્રજા કે લોકો તરીકે કોણ છીએ તેની સ્વયંશોધના નવા માર્ગે આગળ વધતાં કરી દીધાં. આની સાથોસાથ જ આપણા બધા, ખાસ કરીને, હિન્દુઓ અને ભારતમાં ઈન્ડિક આસ્થા ધરાવનારાઓ પર મહાન જવાબદારીઓ આવી પડી છે. કોઈ વ્યક્તિ એક દિવસ પ્રભુ રામને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરે અને બાકીના દિવસોએ પોતાની સ્વાર્થી લાલચોને પરિપૂર્ણ કરવા ‘રાક્ષસો’ની છાવણીમાં પહોંચી જાય તે ચાલી શકે નહિ.

એક સમય એવો હતો જ્યારે સોશિયલ મીડિયા અને માસ કોમ્યુનિકેશનના આગમન પહેલા કેટલાક લોકો અજ્ઞાન હોવાનો દાવો કરી શકતા હતા. જોકે, આપણે સ્પષ્ટ થઈ જવું રહ્યું કે આવું બહાનું આજે ચાલી શકે તેમ નથી. આથી, શા માટે કોઈ ભારતીય, અને તે અર્થમાં કોઈ પણ ભારતીય (તમામ ધર્મ અને તમામ પશ્ચાદભૂ સાથેના) ભાજપ જેવા કોઈ પક્ષને મત ના આપે? આખરે તો ભારતમાં તે એક માત્ર પક્ષ છે જેણે સૌપ્રથમ વખત રાષ્ટ્રને પ્રથમ રાખ્યું છે તથા ભારતની મહાનતા અને તેની ઐતિહાસિક પ્રાચીન સનાતની આધ્યાત્મિક પરંપરાઓના માર્ગે આરોહણ શરૂ કર્યું છે.

ભારતે હંમેશાં અન્ય ધર્મોના લોકોનું સ્વાગત અને રક્ષણ કર્યું છે. કટ્ટર ઈસ્લામિક કટ્ટરવાદીઓએ આશરે 1400 વર્ષ પહેલા તેમની માતૃભૂમિ પર આક્રમણ કર્યું ત્યારે મોટી સંખ્યામાં ઝોરોસ્ટ્રીઅન્સ પોતાના રક્ષણ માટે ભારત આવી પહોંચ્યા હતા. આ પછી, આ લઘુમતી ધર્મની કોમ્યુનિટી કોઈ પણ ભય વિના, શાંતિ અને સંપૂર્ણ સુરક્ષા સાથે ભારતમાં રહેતી આવી છે. ભારતમાં આપણે તેમને પારસી તરીકે ઓળખીએ છીએ જેઓ આજે મુંબઈ અને ગુજરાતના કેટલાક સ્થળોએ વસવાટ કરે છે.

જ્યુઈશ એટલે યહુદી કોમ્યુનિટી પણ ભારતમાં છેક 75CEના સમયથી આવી હતી. ચોક્કસપણે ઈરાક અને અન્ય મધ્ય પૂર્વીય દેશોમાં તેઓ દમનનો શિકાર બન્યા પછી તેમની સંખ્યા વધતી રહી છે અને બગદાદી જ્યૂઝ તરીકે પણ ઓળખાય છે. યહુદી કોમ્યુનિટીએ પણ ભારતને પોતાનું ઘર બનાવ્યું અને પોતાની વિશિષ્ટ ઓળખ જાળવવાની સાથે દેશના જીવન અને કાર્યોમાં તાણાવાણાની જેમ ગુંથાઈ ગઈ.

બ્રિટિશરોએ ભારતના ભાગલા પાડ્યા ત્યારે તે વિભાજન ધર્મના ધોરણે કરાયું હતું. એક તરફ, ઈન્ડિયા હતું જે ભારતના આદર્શોને સુસંગત રહી રહેનારા દરેક લોકો માટે હતું. બીજી તરફ, મુસ્લિમો હતા જેઓ પાકિસ્તાન તરીકે ઓળખાતાં પોતાના ઈસ્લામિક દેશને ઈચ્છતા હતા. આથી, આશ્ચર્ય તો લાગે જ છે કે વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી સાથેના દેશોમાં એક ભારતમાં ઘણા મુસ્લિમો એવા કોઈ પણ પક્ષને મત આપે છે જે દેશની જ ઉપેક્ષા કરી કમજોર બનાવે છે. શા માટે? ભારતનો કોઈ મુસ્લિમ દેશને કમજાર બનાવે તેવા કોઈ પણ પક્ષને મત આપવાની ઈચ્છા શા માટે રાખે? તેમનું ભવિષ્ય તો શાંતિપ્રિય, પ્રગતિશીલ, સફળ અને આગેકદમ કરતા ભારત સાથે સંકળાયેલું છે. ભારતમાં દરેક ધર્મ ભારત માટે જ કામ કરે છે, માત્ર એક કોમ્યુનિટી, મુસ્લિમ સમુદાયના કેટલાક સભ્યો જ દેશને નિર્બળ બનાવવાનો પ્રયાસ કરે છે. આમ શા માટે?

ભારત સનાતન ધર્મની પ્રાચીન ભૂમિ છે. આ ભૂમિનો દરેક ઈંચ હિન્દુ છે. આથી જ, અપવિત્ર અને નષ્ટ કરાયેલા હિન્દુ મંદિરોના સ્થળોએ બાંધી દેવાયેલી હજારો મસ્જિદો ખાલી કરાવી જોઈએ. મુસ્લિમ સમુદાય માટે આગળ આવવાનો સમય પાકી ગયો છે. તેમણે જ એકપક્ષી જાહેરાત કરવી જોઈએ કે આવી વિવાદિત ભૂમિ પરની તમામ મસ્જિદો તત્કાળ છોડી દેવાશે. આમ કરીને તેઓ સમગ્ર દેશને એક સંકેત પાઠવશે કે તેઓ પહેલા ભારતીય છે, તેમના માટે પણ રાષ્ટ્ર પ્રથમ આવે છે. ભારતીય એકતાના નવયુગમાં વિકાસ સાધવા ઈસ્લામિક કટ્ટરરવાદીઓના ભૂતકાલીન અપરાધોને સ્વીકારવા જ રહ્યા.

21મી સદીમાં રામ રાજ્ય એ માત્ર હિન્દુ રાષ્ટ્રની બાબત નથી. એ એવા રાષ્ટ્ર વિશે છે જે શ્રી રામના સિદ્ધાંતો પર ઉન્નતિ કરે છે પરંતુ, 21મી સદીના દેશ અને તેના નાગરિકોને સુસંગત રહીને અમલી બને છે. રામ રાજ્ય વ્યક્તિના ધર્મ, પશ્ચાદભૂ, વારસા, ભાષા અથવા તેમની વંશાવલીને ધ્યાનમાં લીધા વિના પ્રત્યેક નાગરિકનું રક્ષણ કરે છે. પરંતુ, આ ત્યારે જ થઈ શકશે જ્યારે પ્રત્યેક નાગરિક તેમની અંગત જવાબદારીઓનું યોગ્યપણે વહન કરે.

પ્રભુ શ્રી રામ અયોધ્યા પરત આવી ગયા છે, હવે સમગ્ર રાષ્ટ્ર માટે રામ રાજ્યના નૈતિકતા અને નીતિમત્તાના માપદંડોને પરત લાવવાનો સમય છે.

જય શ્રી રામ, જય સીયારામ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter