આગામી ઉનાળા માટે બગીચાની તૈયારીનો સમય આવી ગયો

Wednesday 09th March 2016 09:32 EST
 

પ્રિય વાચક મિત્રો

કેમ છો? છેલ્લે આપણી મુલાકાત દિવાળી પહેલાં થઈ હતી. હવે તો ઘણું બધું ફરી ગયું. ૨૦૧૫ની વિદાય થઇ. તમે ક્રિસમસ અને ન્યુ યરના આગમન દરમિયાન ઠંડી ગરમીના વાતાવરણ સાથે થોડા સ્નોની પણ મજા માણી લીધી. વધારે તો ઝરમર ઝરમર વર્ષામાં ગૂંથાઈ ગયા અને વચ્ચે વચ્ચે સૂર્યોદયને પણ માણી લીધો. પણ આ વર્ષે.... આકાશમાંથી છૂટતી ધારાઓએ આપણને સૌને એવા તો ભીંજવી દીધા છે કે ઘણુંખરું આપણું હલનચલન સ્થગીત થઇ ગયું છે. છતાંય સૂર્યદેવની મહેર મળ્યા કરે છે.

હા તો મિત્રો શું કરો છો? તમારી બાગવાની કેમ છે! બધું ચોખ્ખું થઈ ગયું કે નહિં! હમણાં તો વરસાદના લીધે જમીન પણ નરમ થઈ ગઈ છે તો માટીને ઉથલાવીને ઝીણા ઝીણા ઘણા વીડ્ઝ એકદમ સાફ કરી લેવાના. બુશીશ બધા ટ્રીમ કરી બધો કચરો ગાર્ડનને છેવાડે ભેગો કરી લેવાનો. વિન્ટરમાં પણ અમુક પ્લાન્ટ ઘરમાં લેવાઈ ગયા હશે. અમારે આ વખતે કેના-ડેલીયા-બીગોનીયા આ બધા એટલી માત્રામાં નીકળ્યા કે ઘણાં બોક્સ અને પોટ ભરાઈ ગયા જે આ સમરમાં આખા ગાર્ડનમાં પથરાઈ જશે.

હમણાં હમણાં ફરતા હું ઘણા સ્ટોર્સમાં જોઈ શક્યો કે ઈઝી ટુ ગ્રો વેજીટેબલ્સ અને ઈઝી ટુ ગ્રો ફ્લાવર્સ આ બધા બલ્બમાં નાની બકેટ જેવા એકદમ સરસ પેકિંગમાં જોવા મળ્યા અને કિંમતમાં પણ એકદમ વ્યાજબી દરે. તેમ જુદા જુદા કલરમાં મિક્સ ફ્લાવરના બલ્બ અને જુદા જુદા વેજીટેબલ્સ પેકિંગ ઉપર બધી જ સૂચનાઓ લખેલી છે. તો પ્લાન્ટ કરવા ઈઝી રહેશે. ખાતરની બેગો અને લોન ફૂડ પણ અત્યારે ડિસ્કાઉન્ટમાં કદાચ મળી રહે તો તપાસ કરતા રહેજો.

હજુ ફેબ્રુઆરી-માર્ચ મિક્સ વેધરનો સામનો કરવાનો છે તો આ બે મહિનામાં સ્પ્રિંગ અને સમરની ઘણી તૈયારી થઈ શકે. માનું છું આજે આટલી વિગત સમરની તૈયારી માટે ઘણી રહેશે તો તમારા સૌનો બગીચો સુંદર અને રંગબેરંગી બની રહે એવી પરમ પિતા પરમેશ્વરને મારી પ્રાર્થના

- રમેશ સોનેજી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter