ગાદી પરના રાજવીના શાસનની પ્લેટિનમ જ્યુબિલી ઉજવવાનો અવસર ભાગ્યે જ આવે છે. 3 જૂને આપણે સહુ જાહેર રજા માણીશું એટલું જ નહિ, એક ઐતિહાસિક દિવસની ઉજવણી પણ કરીશું જ્યારે સમગ્ર રાષ્ટ્ર અને કોમનવેલ્થ હર મેજેસ્ટી-નામદાર મહારાણીની પ્લેટિનમ જ્યુબિલીની આનંદસહ ઉજવણી કરશે.
સમગ્ર વિશ્વમાં આપણા ગૌરવશીલ ક્વીનને જેટલો પ્રેમ અને આદર સાંપડ્યા છે તે અન્ય કોઈને મળ્યાં નથી. તેઓ જાહેર સેવાના મૂર્તિમંત સ્વરુપ છે. આપણા સાર્વભૌમ શાસક ક્વીન કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, જિબ્રાલ્ટર અને ઘણાં કેરેબિયન ટાપુઓ જેવાં અનેક દેશોના પણ મહારાણી છે. ક્વીન કોમનવેલ્થ દેશોનાC54 રાષ્ટ્રોના પણ વડા છે.
કોઈ પણ બ્રિટિશ રાજવી જાહેર સેવાના 70 વર્ષની ઉજવણી કરે તેવી આ સર્વપ્રથમ ઘટના છે. દેશ માટે એકતાનું પ્રતીક અને ભવિષ્ય માટેની આશા રહેલાં નામદાર મહારાણી આપણી સૌથી મહાન સંપત્તિ છે. અત્યંત ઉત્સાહ અને આનંદ સાથે સાત દાયકા સુધી રાષ્ટ્રની સેવા કર્યાનો દાવો આપણા ક્વીન સિવાય અન્ય કોઈ પણ કરી શકે તેમ નથી.
ક્વીન આપણા સહુ માટે મોજ માણવા માટે ધામધૂમ અને ભવ્ય સજાવટ લાવ્યાં છે એટલું જ નહિ, યુનાઈટેડ કિંગ્ડમ માટે પર્યટકોનું આકર્ષણ પણ બની રહ્યાં છે. આ પર્યટકો રાજાશાહીને ચાહે છે અને ઘણાં સોવેનિઅર્સ-સ્મરણચિહ્નો ખરીદીને પોતાના ઘેર લઈ જાય છે. ગૌરવશાળી ક્વીન વિનાના યુનાઈટેડ કિંગ્ડમની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તેઓનું શાસનછત્ર સદાકાળ આપણા શિર પર રહે તેવી જ આશા રાખીએ છીએ.


