આ દેશમાં અને સાચું કહું તો વિશ્વભરના ઈસ્લામિક કટ્ટરવાદીઓ ગત થોડા દાયકાઓથી પશ્ચિમના દેશો શરીઆના વિવિધ પાસાઓને અપનાવી લે તે માટે કપટવેશમાં તનતોડ અને વ્યૂહાત્મકપણે મહેનત કરી રહ્યા છે અને આ હાંસલ કરવામાં તેમની પ્રથમ આધારશિલા તરીકે ‘ઈસ્લામોફોબિયા’ નો વિચાર સુનિયોજિતપણે આગળ વધારાઈ રહ્યો છે અને તે સંદર્ભમાં યુકેમાં રાજકારણીઓના તુષ્ટિકરણ સાથે તેઓએ ‘ઈસ્લામોફોબિયા’ની ભ્રષ્ટ વ્યાખ્યાને ઉપયોગમાં લીધી છે.
વાચકગણને કદાચ આશ્ચર્ય થશે કે આ દુનિયામાં આવું તો કઈ રીતે બની શકે? ખરેખર તો તેમણે એવી ચિંતા કરવી પડશે કે ‘ઈસ્લામોફોબિયા’ની આવી વ્યાખ્યા ક્યારેપણ કાયદો બની જાય તો તેની સાથે કેવી રીતે જીવન ગુજારવું કે તેના પરિણામો કેવાં હશે?
હું તમને બધાને મુખ્યત્વે લેબર સાંસદોના વડપણ હેઠળની APPG બ્રિટિશ મુસ્લિમ્સ દ્વારા જાહેર કરાયેલી વ્યાખ્યાને વાંચવા અને સમજવા આગ્રહ કરું છું. મારા મત અનુસાર આ વ્યાખ્યા માત્ર ઈસ્લામિક કટ્ટરવાદીઓને કોઈ પણ ઈન્ક્વાયરી, અથવા પડકાર સામે રક્ષણ આપવા તેમજ અન્ય કોઈ પણ વ્યક્તિને તેમના મંતવ્યો વ્યક્ત કરતા અટકાવવાના હેતુસર તૈયાર કરાયેલી ભ્રષ્ટ રૂપરેખા છે. વાસ્તવમાં તેઓ તેને કાયદામાં સ્થાન અપાવવા ઈચ્છે છે જેથી કરીને તેઓ ઈસ્લામ, ઈસ્લામિક કટ્ટરવાદીઓ અથવા તેના નામે કરાતી કોઈ પણ બાબત કે કામગીરી સામે નાગરિકો કદી પણ અવાજ કે મુદ્દા ઉઠાવી ન શકે તેમ કરવા માગે છે.
શું તમે એ જાણો છો કે ઈસ્લામોફોબિયાની આ વ્યાખ્યાને આશરે 52 કાઉન્સિલોએ અપનાવી લીધી છે? જો હું તમને કહીશ કે આમાંથી 34 તો લેબર સંચાલિત કાઉન્સિલ છે તો તમને એ જાણીને તો વધુ આશ્ચર્ય નહિ જ થાય. જ્યારે 9 કાઉન્સિલમાં કોઈનો સ્પષ્ટ અંકુશ નથી એટલે કે ‘નો ઓવરઓલ કન્ટ્રોલ’ (NOC) છે, પાંચ કાઉન્સિલ લિબરલ ડેમોક્રેટ્સ (LD) સંચાલિત અને ચાર કાઉન્સિલ ટોરી સંચાલિત છે. ખરેખર જોઈએ તો, ઈસ્લામોફોબિયાની આ વ્યાખ્યાને અપનાવી લેનારી કે બહાલ કરનારી કાઉન્સિલોમાંથી 65 ટકા લેબર પાર્ટીની છે જેમાં તમે NOC અને LD કાઉન્સિલોને ઉમેરો તો આ ટકાવારી વધીને 92 ટકાએ પહોંચી જશે. હા મિત્રો, આ ભારે વિવાદાસ્પદ વ્યાખ્યાને બહાલી આપનારી 92 ટકા કાઉન્સિલો બ્રિટિશ રાજકારણમાં ડાબેરી સ્વરૂપની છે. અત્યાર સુધી તો દેશનું સન્માન બચાવનારી કન્ઝર્વેટિવ સરકારે આ વ્યાખ્યા તેના વર્તમાન સ્વરૂપમાં હેતુ માટે અયોગ્ય હોવાનું જણાવી તેને સ્પષ્ટપણે ફગાવી દીધી છે.
તો પછી, આપણે બધાએ ચિંતા શા માટે કરવી જોઈએ? આપણે ચિંતા કરવી જોઈએ કારણકે લેબર પાર્ટી અને તેના રાજકારણીઓ આ વ્યાખ્યા વિશ્વભરમાં સાર્વત્રિકપણે અપનાવાય તેવી ઈચ્છા ધરાવતા ઈસ્લામિક કટ્ટરવાદીઓ સાથે મેળાપીપણામાં છે અને તેને કાયદાનો હિસ્સો પણ બનાવવા માગે છે. કેર સ્ટાર્મરે પણ તેનો ઈનકાર કર્યો નથી. કદાચ એમ હોઈ શકે કે તેમની પાર્ટીએ તો છેક 2019થી આ વ્યાખ્યાને બહાલી આપી દીધી છે.
ડેઈલી ટેલીગ્રાફ અને ધ સ્પેક્ટેટરના પૂર્વ એડિટર ચાર્લ્સ મૂરે ‘ઈસ્લામોફોબિયા રીવિઝિટેડ’ ટાઈટલ સાથેના કેવિટાસ- Cavitas રિપોર્ટની પ્રસ્તાવનામાં કહ્યું છે કે, ‘મુસ્લિમ વિચારોની ટીકા કરવી તે રેસિઝમનું એક સ્વરૂપ હોવાની દલીલ કરવી તે મોટા ભાગના કિસ્સામાં ગંભીર ભૂલ છે. જો ઈસ્લામફોબિયાની APPGની વ્યાખ્યા પ્રભુત્વ મેળવી લેશે તો આપણા સમાજમાં તમામ ધર્મોને એકસમાન ગણવાનું બંધ થઈ જશે અને પોતાના ટીકાકારોને ચૂપ કરી દેવા સદા તૈયાર પ્રતિનિધિત્વહીન મુસ્લિમ નેતાઓને વધુ પ્રભાવી બનાવી દેશે. બ્રિટને ઈશનિંદા કાયદાને પાછલા બારણે (અથવા મુખ્ય પ્રવેશદ્વારથી!)થી પ્રવેશ આપવો ન જોઈએ.’
આ રિપોર્ટના આલેખક હરદીપ સિંહ ફ્રીલાન્સ જર્નાલિસ્ટ, નેટવર્ક ઓફ શીખ ઓર્ગેનાઈઝેશન્સના ડેપ્યુટી ડાયરેક્ટર અને ધ શીખ મેસેન્જરના આસિસ્ટન્ટ એડિટર એક પાયાનો પ્રશ્ન પૂછે છે કે કોઈ પણ વ્યક્તિની ‘મુસ્લિમનેસ - મુસ્લિમત્વ’ની યોગ્યતા વિશે નિર્ણય કોણ કરશે? તેઓ હાન્સાર્ડમાંથી એક પુરાવાને ટાંકે છેઃ ‘‘મુસ્લિમનેસ – મુસ્લિમત્વ’ શબ્દપ્રયોગ એક પ્રશ્ન ઉઠાવે છેઃ આનો મધ્યસ્થી કોણ બનશે? બેરોનેસ ફોકનર અને કાઉન્ટર ટેરરિઝમ કમિશનર સારા ખાનનો પડઘો પાડીએ તો, એવા મુસ્લિમોનું શું જેમને અન્ય મુસ્લિમો ‘અપૂરતા મુસ્લિમ’ ગણાવે છે’? હું તમને બધાને આ રિપોર્ટ વાંચવા અનુરોધ કરું છું. તે કેટલીક ઉભરી રહેલી બાબતોને સમજવામાં પાયારૂપ, આ ભ્રષ્ટ વ્યાખ્યાના મૂળ લક્ષણો અને આ દેશના પોતને કેવી રીતે સંભવતઃ તહસનહસ કરી શકે તે વિશે સારા મુદ્દાઓ પૂરા પાડે છે.
આજે આપણે એવા શત્રુનો સામનો કરી રહ્યા છીએ જેણે વ્યાપકપણે લેબર પાર્ટીમાં ઘૂસણખોરી કરી છે અને તેના મારફત સત્તાની કુંજગલીઓમાં ઘૂસપેઠ કરી છે. તેમણે બુદ્ધિશાળી રાજકારણીઓને અન્ય કોઈ પણ ક્ષેત્રમાં કૌભાંડ ગણાવી ફગાવી દેવાય તેવી આ વ્યાખ્યા માટે સંમત થવા મનાવી લીધા છે. આપણી કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ પણ ઉત્તરોત્તર આ જ વ્યાખ્યાને અપનાવી રહી છે. મને ચોક્કસપણ ખાતરી છે કે આ બધું શું થઈ રહ્યું છે અને ક્યાં જઈ રહ્યું છે તે તમે બધા જોઈ શકો છો.
આ વ્યાખ્યા ‘મુસ્લિમનેસ’ શબ્દ પર આધાર રાખે છે. આ વંશીયતાને ધર્મ સાથે સાંકળવાનો પ્રયાસ છે. એવો ખ્યાલ છે જે આ દેશમાં રેસ રીલેશન્સ કાયદાના મૂળ બંધારણની જ અવહેલના કરે છે.
મેં વિવિધ ધર્મો અને પશ્ચાદભૂ ધરાવતા ઘણા લોકો સાથે વાતચીત કરી છે. રસપ્રદપણે ઘણા લોકોએ મને કહ્યું છેઃ ‘પરંતુ, મને તો ઈસ્લામિક કટ્ટરવાદીઓનો ન્યાયસંગત તાર્કિક ભય છે- તેથી તેઓ મને કેવી રીતે ઈસ્લામોફોબિકનું લેબલ લગાવી શકે?’
આપણે જ્યારે વિચારતા હતા કે ઈશનિંદા કાયદાઓ ઈતિહાસની કચરાટોપલી પૂરતાં સીમિત થઈ ગયા છે ત્યારે એમ જણાય છે કે કેટલાક લોકોએ તેને પાછલા બારણેથી બહાર પરત લાવવાનો માર્ગ શોધી લીધો છે. મેં કેર સ્ટાર્મરને એમ નિશ્ચિત કરવા પ્રશ્ન કર્યો છે કે સંભવિત લેબર સરકાર ઈસ્લામોફોબિયાની આ વ્યાખ્યાને કાયદાનું સ્વરૂપ આપવાનો ઈરાદો ધરાવે છે કે કેમ? અત્યાર સુધી તો તેમણે અને લેબર પાર્ટીએ ખુલ્લો અને પ્રામાણિક ઉત્તર આપવામાં મૌન સાધી લીધું છે. બ્રિટિશ મૂલ્યોને જોખમમાં મૂકીને જ આપણે આ હુમલાને થવાં દઈ શકીએ. બેલેટ પેપર પર તમે ચોકડીનું નિશાન લગાવો તે પહેલા જરા લાંબુ વિચારી લેજો.


