કથા આપણા પરિવારને એકસંપ બનાવે છેઃ કુશ ગણાત્રા

કુશ ગણાત્રા Tuesday 19th September 2023 12:56 EDT
 
 

મારું નામ કુશ ગણાત્રા છે અને મારી વય 12 વર્ષની છે. કેમ્બ્રિજમાં પૂજ્ય મોરારિ બાપુની રામ કથા યોજાઈ હતી તેમાં મારા પિતા હિતેન ગણાત્રા વોલન્ટીઅર હતા. મારા પિતા ગત 20 કરતાં વધુ વર્ષથી કથા સાથે ગાઢપણે સંકળાયેલા છે અને મારો જન્મ થયો ત્યારથી હું પણ કથા સાથે જોડાયેલો રહ્યો છું. કેમ્બ્રિજમાં પૂજ્ય મોરારિ બાપુની રામ કથામાં મને અને મારી બહેનને બાપુના અનેક વખત દર્શન કરવાના આનંદની સાથોસાથ આશીર્વાદ મળ્યા હતા અને આનંદપુરમાં અમારી કથાની ઘણી યાદ તાજી થઈ હતી. મને કોમ્યુનિટી સાથે જોડાયેલા રહેવાની લાગણી અને આધ્યાત્મિક જોડાણ ઘણું ગમે છે.

ગયા માર્ચ મહિનામાં અમે મધ્ય પ્રદેશના આનંદપુરમાં કથા યોજી હતી. આ કથામાં મેં મારી બહેનની સાથે લોકોને ભોજન આપવાની સેવા કરી હતી. આનંદપુરમાં ગરીબ ગામવાસીઓને ફૂડ બેગ્સ પૂરી પાડવામાં અમે મદદ કરતાં હતાં. આનંદપુરમાં પાણીનો પંપ ચલાવી લોકોને માટલામાં પાણી ભરી આપવામાં મને ઘણો આનંદ મળતો હતો.

મને કથામાં જવાનો ઘણો જ આનંદ આવે છે કારણકે કથા શાંતિમય, આધ્યાત્મિક અને શૈક્ષણિક બની રહે છે. હિન્દી નહિ જાણતા મારા જેવા બાળક માટે પણ કથામાં જવાથી સારું જ્ઞાન મળે છે. કથા આપણા પરિવારને એકસંપ બનાવે છે અને આપણને ખુશ રાખે છે. આનંદપુરમાં અમારી કથા યોજાઈ હતી તેમાં મેં પૂજ્ય મોરારિ બાપુની અમારા પરિવાર પર વિશેષ અસરનું વર્ણન કરતી કવિતા લખી હતી. મેં લખ્યું હતું કે બાપુ આપણા ધાર્મિક સૂર્ય છે અને તેઓ આપણને હાસ્ય, આનંદ અને ગમ્મત કરાવે છે. તેઓ જે ભજનો અને ધૂનો ગાય છે તે મને ઘણાંજ ગમે છે. તે સીધાં મારા મનમાં ઉતરી જાય છે અને મને આશીર્વાદ મળ્યાં હોય તેવી લાગણી થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter