કવિતા અગ્નિ સંસ્કાર

- વસુ ગાંધી પલક લેસ્ટર Wednesday 17th November 2021 02:55 EST
 

આજે કેવું આ આંખોએ અદભૂત દ્રશ્ય જોયું
નવસારીના સ્મશાનમાં જુદાઈ કેરું મૂલ્ય જોયું
એક તરફ જતી હતી ગૃહસંસારમાં પ્રવેશતી જાન
બીજી તરફ જાન ગુમાવી સંસાર સંકેલાતું અગમ્ય જોયું
જિંદગી કોઈની ઉભે ઉભી ચીરાઈને રહી ગઈ
શાંતિથી પોઢેલ લાકડાની શૈયા પર નિષ્પ્રાણ હૃદય જોયું
બેહાલ આક્રંદોથી રડતાં સ્વજનો નિહાળી વિમુગ્ધ પલકે
જિંદગીની સચ્ચાઈનું આ દુર્ભાગ્ય સ્વયં જોયું
બેરહમ સમયની સાથે સહારો જેનો છીનવાઈ ગયો
મોટી પુત્રીને ખભે પિતાની લાશ કાંધ નિર્ભય જોયું
ઓ ખુદા આ તે કેવું પિતા પુત્રીનું જુદાઈમાં મિલન
નાની પુત્રીએ દીધેલ પિતાને અગ્નિસંસ્કાર સ્વયં જોયું...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter