કોરોના વાઈરસે આખી દુનિયાને હચમચાવી નાખી
ચીનાઓએ ના ખાવાનું ખાઈને માનવજાતને હેરાન કરી
વાઈરસ તો ઘણી જાતના થયાં ને પેન્ડેમિક આદર્યા
કોરોનાએ તો ઘણી ઉથલપાથલ કરી યમરાજાને નોતર્યા
એનો કહેર ક્યાં સુધી ચાલશે તે કોઈ કહી શકતું નથી
જાતબદલો (mutation) કરીને જોર વધાર્યે રાખે છે
શરદી, ખાંસી, ગળા - શરીરનો દુઃખાવો, ફેફ્સાંને ય પકડે
ચેપી રોગને નાથવા લોકડાઉનને માસ્ક વાપરીને બચો
એકબીજા વચ્ચે અંતર વધારો, ટોળાશાહીને ત્યજો
હાથ ઘણીવાર ધુઓ, શાકભાજી - ફલ બરાબર ધોવાં
હાથ મિલાવવાને બદલે બે હાથ જોડી નમસ્કાર કરો
આઈસીયુમાં તમે દર્દીને મળી ન શકો
બચી જાવ તો ઘરે સગાંવહાલાને માસ્ક પહેરી મળી શકો
નવા વાઈરસથી માણસ – પશુ - પક્ષીને ભગવાન બચાવે
પર્યાવરણ અને પ્રદૂષણ સુધારી દુનિયાને બચાવો
(વડોદરા ખાતે રહેતા ડો. રતિલાલ પુ. પટેલ ૯૧ વર્ષથી વધુ વયના છે. આ ઉંમરે પણ ગુજરાતી લેખનમાં તેમના અક્ષરો ખૂબ સરસ છે. સ્કૂલકાળમાં શ્રેષ્ઠ અક્ષરોની સ્પર્ધામાં તેમને 'ગાંધીજીની આત્મકથા'ની નકલ ઈનામરૂપે મળી હતી.)

