કવિતા - કોવિડનું કાસળ કોણ કાઢે..

ડો. નગીનભાઈ પી પટેલ લંડન Tuesday 15th June 2021 14:27 EDT
 

નારદ રડતો, દુઃખથી બીધો, કોવિ કાળે કોણે દીધો

કીડીઓ માફક માનવ મરતા, ઘણાંય ઈશો કંઈ ન કરતા

નારદ નાઠો બ્રહ્મા પાસે, મનમાં મોટી આશા સાથે

ગણ્યા ને ગાંઠ્યા સરજ્યા માનવ, બાકી કરોડ નીપજ્યા દાનવ

બ્રહ્મા વદીયા ફરજ બજાવું, બાકી ઈતર કંઈ ના જાણું

વામકુક્ષીમાં વિષ્ણુ સૂતા, નાગને ગૂંચળે મુગટ સોતા

નારદ વદીઓ દુઃખથી ભારે કોવિડ કૂડો કોણે વિદારે

એકાદ ઈશ તો દયા બતાવે, રોતા માનવ મોત સતાવે

ઉંઘ બગાડી , નારદ માણુ, બાકી ઈતર કંઈ ના જાણું

નારદ સરક્યો બીકનો માર્યો, પ્રયત્ન નીપજે કંઈ ના ધાર્યો,

શિવજી સીધી સલાહ આપે, જૂનો જોગી તાપણે તાપે,

યમે મોકલ્યા સૌ સંહારુ, બાકી બીજા બહુ ઉગારુ

શાને ગાતા આવું ગાણું, બાકી ઈતર કંઈ ના જાણું

નારદ નાઠો યમની પાસે, રસ્તો સારો જડશે આશે

વહીમાં મારી લખતો બહુને, ઉધાર ખાતા ધરતો સૌને

એવાને હું શિવજી પાસે ધકેલું, બાકી ઈતર કંઈ ના જાણું

નારદ મૂકે દોટ ફરીથી, રામ, કિશનને જોઈ દૂરીથી,

રાવણ માર્યો, બહુને માર્યા, દૈત્ય અસુર સૌ સંહાર્યા

નારદ ભૈયા પરત પધારો નથી, જોઈતો કંઈ જ વધારો

બધાંય માળા ગાળીયા કાઢે, નારદ એકલો બૂમો પાડે

ગયા જનમના કૂંડા કરમો, ના અજાણ્યા ધરમના મરમો

માનવ ભીખતો ઈશ આ સહુએ, આશા જૂઠી ભરમ છે બહુએ

કોવિડ કરતો માણસ સસ્તો, માનવ શોધે એનો રસ્તો..


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter