કેવી હતી હોળીની એ રંગભરી મસ્તી
કેવી હતી હોળીની એ પ્રેમભીની મસ્તી
અહીં તો મળતી નથી એ રંગભરી મસ્તી
કેવી હતી હોળીની એ પ્રેમભીની મસ્તી
ત્યાં તો ભાભી કહી બોલાવી લાડ લડાવતી
આખીયે પોળની પ્રેમભરી વસ્તી
અહીં તો પાડોશણે ય નથી ઓળખતી
ત્યાં તો હોળીએ દિયર ભોજાઈની જામતી
કેવી પ્રેમભરી રંગભરી મસ્તી
અને રંગોની પિચકારી કેવી છૂટતી
હરખઘેલી નણંદો કેવી આંખો મીંચકાવતી
અને ભાભીને બાથમાં લઈને રંગોથી ભરતી
અને સૌ હરખે ખિલખિલાટ હૈયે હસતી
વળી કામણગારા સાજનની કેવી ધીંગામસ્તી
હોળીએ અજબ ઢંગે રંગોથી ભરતી મસ્તી
કેવી હતી હોળીની એ રંગભરી મસ્તી


