કવિતા. - ખમ્મા ખમ્મા મારી માડી

- નીમા સુરુ કક્ડ હેરો Tuesday 16th March 2021 15:53 EDT
 

મારું હૃદય પોકારે આજે

મારી માડીને કોટિ કોટિ વંદન કરીએ

સૌની માડીને કોટિ કોટિ વંદન કરીએ

ખમ્મા ખમ્મા મારી માડી

ઘણી ખમ્મા અમારી માડી

તારા દૂધના પયપાન કરાવ્યા

પાળી પોષીને મોટા કર્યા

ભણાવી ગણાવી અમને પરણાવ્યા

ખમ્મા ખમ્મા મારી માડી

ઘણી ખમ્મા મારી માડી

તારી મમતાનો પાર ન હોય

તું તો વેણે વેણે વરસાદ વરસાવે

માના ચરણોમાં ભગવાન મળે

ઘેર ઘેર મા તો બિરાજે

ખમ્મા ખમ્મા મારી માડી

ઘણી ખમ્મા અમારી માડી

ઈશ્વરને જોયા નથી કદી અમે

પણ તારી છત્રછાયામાં ઈશ્વર નિહાળીએ

મા સ્વરૂપે ઈશ્વરનો અનુભવ કરાવે

કોટિ કોટિ વંદન સ્વીકારો

ખમ્મા ખમ્મા મારી માડી

ઘણી ખમ્મા મારી માડી

ઘણી ખમ્મા સૌની માડી

વર્ષમાં એકવાર મધર્સ ડે આવે

પણ તારો પ્રેમ તો બારે માસ માણીએ

હૃદયકોષમાંથી તું આશિષ વરસાવે

કોટિ કોટિ વંદન માડી તમને

ખમ્મા ખમ્મા માડી તમને

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter