કાશ્મીરથી ઈઝરાયેલઃ ઈસ્લામિક કટ્ટરવાદીઓનો નિર્દયી આતંકી ચહેરો

કપિલ દૂદકીઆ Tuesday 10th October 2023 23:55 EDT
 
 

જમ્મુ અને કાશ્મીર (ભારત)માં ઈસ્લામિક કટ્ટરવાદીઓની ‘રાલિવ, ત્સાલિવ ઓર ગાલિવ -Ralive, Tsalive, or Galive’ (ધર્માન્તર કરો, છોડી જાઓ અથવા મરી જાઓ)ની ઘૃણાસભર કાગારોળના પડઘા પડેલા છે. આ સમય હતો 1991નો જ્યારે પાગલપણાની ઘૃણાથી ભરેલા હજારો હત્યારાઓએ જમ્મુ અને કાશ્મીરમાં હિન્દુઓ પર હુમલાઓ કર્યા, તેમના માર્ગમાં જે કોઈ આવ્યા તે બધાની હત્યાઓ કરી, બળાત્કારો આચર્યા અને દરેક ચીજવસ્તુઓ બાળી નાખી. પોતાના જ નાગરિકોનું રક્ષણ કરવાની ભારત સરકારની નિષ્ફળતા કદી ભૂલી શકાશે નહિ. ઠંડા લોહી-દિમાગ સાથે જે લોકોની હત્યાઓ કરાઈ હતી તેમને આજ દિન સુધી કોઈ ન્યાય પ્રાપ્ત થયો નથી. બળાત્કાર કરાયેલી સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ આજ સુધી આઘાતમાંથી બહાર આવી શકી નથી. જે લોકો કોઈ આશા સાથે નાસી છૂટ્યા હતા કે કદીક તેઓ સલામતપણે પાછા ફરી શકશે તેવી પરિસ્થિતિ આવશે, તેઓ આખરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં કદાચ પાછા ફરી શકે તેવી સ્થિતિમાં છે.

હવે થોડાં 20 વર્ષ આગળ આવી જઈએ અને 2023ના આ વર્ષમાં આપણે જોઈ રહ્યા છીએ કે પેલેસ્ટિનિઅન આતંકવાદીઓ આવી જ પેટર્નને અનુસરી રહ્યા છે. તેમનો ઈરાદો છે અને તે હંમેશાંથી જ રહ્યો છે કે ઈઝરાયેલમાંથી દરેક યહુદીનો ખાત્મો બોલાવી નાખવો. આ હુમલામાં આપણે તેઓને સેંકડો લોકોની અંધાધૂંધ હત્યાઓ કરતા નિહાળ્યા છે. આનંદ અને ખુશી મળવાની હતી તેવા કોન્સર્ટને માણવા માટે હાજર રહેલા 250થી વધુ સંગીતપ્રેમી યુવાનોને ખતમ કરી નાખવામાં આવ્યા. આતંકી લોકોએઘણી સ્ત્રીઓનું અપહરણ કર્યું અને તેમને ગાઝાપટ્ટી લઈ જવાઈ હતી. આ રાક્ષસો તેમની સાથે કેવી ક્રૂરતા આચરવાના હતા તે જાણવા માટે વધુ વિચારવાની જરૂર નથી. નગરો અને શેરીઓમાં હુમલાઓ ચાલુ જ રખાયા હતા. તેઓ એક ઘરમાંથી બીજા ઘરમાં ગયા, દરેકની સામે ગોળીઓ વરસાવતા રહ્યા. તેમનો ઈરાદો હત્યાનો જ હતો. તેમણે સ્ત્રીઓ, વૃદ્ધો અને બાળકોને પણ જીવતાં છોડ્યાં નહિ.

આ ઈસ્લામિક કટ્ટરવાદીઓએ 1991થી વિપરીત, બહુ મોટી ભૂલ કરી છે. તેમણે ઈઝરાયેલ પર હુમલો કરવાનું દુસ્સાહસ કર્યું છે. હું આપણા યહુદી મિત્રો બાબતે એક વાત ચોક્કસ કહીશ કે તેઓ યુદ્ધના ધોરણે આ ક્ષેત્રમાં પ્રવેશ કરશે અને ગાઝા વિસ્તારને જાણે મધ્ય યુગનો હોય તેવો નેસ્તનાબૂદ કરી નાખશે. તેઓ હમાસના દરેક નેતાને વીણી વીણીને શોધી કાઢશે અને ખતમ કરી નાખશે. હજારો પેલેસ્ટિનવાસીઓએ ભારે કિંમત ચૂકવવી પડશે. આ કિંમત તેમણે ખુદ હમાસ માટે તેમના મૌન સમર્થન થકી જ ઉભી કરી છે. હમાસ માટે દાયકાઓથી છાનોછપનો સપોર્ટ આપતા રહ્યા હોવાથી આ મહાકાય - અસાધ્ય સમસ્યાનું સર્જન થયું છે ત્યારે પેલેસ્ટિનવાસીઓ હવે રોવા લાગે તેનો કોઈ જ અર્થ રહેતો નથી.

વિશ્વ (મોટા ભાગના)એ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે, તેઓ ઈઝરાયેલની સાથે છે. ચોક્કસપણે, કતાર, પાકિસ્તાન, ઈરાન, લેબેનોન અને સાઉદી અરેબિયા જેવા કેટલાક જાણીતા રાષ્ટ્રોએ ગાઝામાં આ તિરસ્કાર ફેલાવનારાઓનું સમર્થન કરેલું છે. ભારત માટે પણ આ એક બોધપાઠ છે કે મધ્ય પૂર્વમાં આપણા નવા બનાવેલા મિત્રો પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય તેમ નથી કારણકે તેમનો ટ્રેક રેકોર્ડ જ તેમની અવિશ્વસનીયતા પુરવાર કરે છે.

હવે, યુકેની વાત કરીએ તો લેબરનેતા કેર સ્ટાર્મર ઈઝરાયેલની તરફેણમાં બહાર આવ્યા છે પરંતુ, એક બાબત સ્પષ્ટ છે કે તેમના જ પક્ષમાં ગણનાપાત્ર પ્રમાણમાં સભ્યો હમાસના ત્રાસવાદીઓની સાથે જ છે. એક આશ્ચર્યજનક ક્ષણ એવી છે કે લેબર સાંસદ અફસાના બેગમની પેલેસ્ટિનિઅન સોલિડારિટડી કેમ્પેઈનના સપોર્ટમાં ઉભાં હોય તેવી તસવીર ખેંચવામાં આવી છે અને આ સ્થળ પણ લેબર પાર્ટી કોન્ફરન્સનું જ છે. ચોક્કસપણે મને જરા પણ આશ્ચર્ય થયું નથી કારણકે જાણીતા ભારતવિરોધી કેમ્પેઈનર્સ હોય તેવા ઘણા મુસ્લિમ સાંસદોને પોતાની ફ્રન્ટ બેન્ચ પર પ્રમોશન આપનારા ખુદ સ્ટાર્મર જ છે. આ જ સાંસદો પેલેસ્ટાઈનના સમર્થકો છે અને ઈઝરાયેલના વિરોધીઓ પણ છે. હવે આ સંમિશ્રણમાં એવાં લેબર સાંસદોને પણ ઉમેરો જેઓ ખાલિસ્તાની આતંકવાદીઓને ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યા છે અને તમને સ્પષ્ટ ટ્રેન્ડ-ઝૂકાવ કે વિચારધારા જોવા મળી જશે. આ પાર્ટીએ કટ્ટરવાદીઓ અને આતંકવાદીઓના હમદર્દ- સહાનુભૂતિ ધરાવતા સાંસદોની ભરતી કરેલી છે. જો આ લોકો પોતાની જ પાર્ટીની કોન્ફરન્સ દરમિયાન તેમના વર્તનમાં આટલા નિર્લજ્જ કે બેશરમ હોય તો તમે વિચારી શકો છો કે લેબર પાર્ટી કદી પણ સત્તા પર આવે તો આ લોકો શું કરી શકે?

મને એ બાબતની નોંધ લેતા આનંદ થાય છે કે આપણા પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાક ઝડપથી ઈઝરાયેલની તરફેણમાં બહાર આવ્યા છે અને વડા પ્રધાન મોદી પણ. માત્ર કલ્પના કરો કે આ દેશે જેરેમી કોર્બીનને ચૂંટ્યા હોત તો શું થાત! ઈસ્લામિક કટ્ટરવાદીઓનો કઠોર આતંક કદી અટકવાનો નથી. સેંકડો વર્ષોથી તે અટક્યો જ નથી. જે લોકો એમ વિચારે છે અથવા તો માને છે કે તેમની સાથે શાંતિથી રહી શકાશે તો તેઓ મૂર્ખાઓના સ્વર્ગમાં જ રાચી રહ્યા છે!

(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter