ઈઝરાયેલે ફરી એક વખત હમાસના આતંકવાદ સામે પોતાનું રક્ષણ કરવું પડ્યું છે. ઘણી વખત તો એ ભૂલી જવું સહેલું હોય છે કે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે આ અંતહીન સંઘર્ષ શા માટે ચાલુ રહ્યો છે. હું આ બાબતોમાં કોઈ નિષ્ણાત નથી છતાં, મને એટલો તો વિશ્વાસ છે કે હમાસ ત્રાસવાદીઓ છે અને ઈઝરાયેલ ત્રાસવાદી હુમલાઓથી પોતાના નાગરિકોનું રક્ષણ કરી રહ્યું છે તે સમજવા પૂરતો હું જાણકાર છું.
સૌ પહેલા તે તમારે એ જાણવું રહ્યું કે સમગ્ર ઈઝરાયેલ (જેને તેઓ પેલેસ્ટિન ગણાવે છે)માં રહેતા પેલેસ્ટિનીઓના અધિકારોના એકમાત્ર રખેવાળ હોવાનું હમાસ જાહેર કરે છે. તેમણે હમાસ નામે ઓળખાતા સંગઠનની રચના કરી જેણે ઓગસ્ટ ૧૮, ૧૯૮૮ના રોજ ‘કોવનન્ટ ઓફ ધ ઈસ્લામિક રેઝિસ્ટન્સ મૂવમેન્ટ- ઈસ્લામિક પ્રતિકાર ચળવળના પ્રતિજ્ઞાપત્ર’ની જાહેરાત કરી હતી
તમારી જાણકારી માટે આ પ્રતિજ્ઞાપત્રના મુખ્ય મુદ્દા અહીં જણાવ્યા છેઃ
૧. ઈસ્લામિક રેઝિસ્ટન્સ મૂવમેન્ટ વિશિષ્ટ પેલેસ્ટિની આંદોલન છે જેની વફાદારી-નિષ્ઠા અલ્લાહ સાથે છે અને જેનો જીવનમાર્ગ ઈસ્લામ છે. પેલેસ્ટાઈનની ભૂમિના પ્રત્યેક ઈંચ પર ઈશ્વરની ધજા લહેરાવવા પ્રયત્નશીલ છે. (આર્ટિકલ-૬) તેઓ સમગ્ર ઈઝરાયેલની વાત કરે છે!
૨. ઈઝરાયેલનું અસ્તિત્વ રહેશે અને ત્યાં સુધી અસ્તિત્વ જાળવશે જ્યાં સુધી ઈસ્લામ તેને નેસ્તનાબૂદ નહિ કરે જેવી રીતે અગાઉ અન્યોને નેસ્તનાબૂદ કરાયા છે. આનો અર્થ ઈઝરાયેલનો વિનાશ છે
૩. પેલેસ્ટાઈનની ભૂમિ ઈસ્લામિક વકફ (પવિત્ર કબજો) છે જેને કયામતના દિવસ (જજમેન્ટ ડે) સુધી ભાવિ મુસ્લિમ પેઢીઓ માટે પવિત્ર બનાવાઈ છે. કોઈ પણ તેને ત્યાગી શકે નહિ અથવા તેના હિસ્સા કે અંશને પડતો મૂકી શકે નહિ. (આર્ટિકલ-૧૧) આનો અર્થ એ છે કે તેઓ ઈઝરાયેલનો વિનાશ નહિ કરે ત્યાં સુધી આ સંઘર્ષનો અંત નહિ જ આવે.
૪. જે દિવસથી દુશ્મનો મુસ્લિમ ભૂમિને પચાવી પાડશે-છીનવી લેશે, જિહાદ દરેક મુસ્લિમની વ્યક્તિગત ફરજ બની જશે. યહુદીઓ દ્વારા છીનવી લેવાયું છે ત્યારે જિહાદનો ધ્વજ લહેરાવવો અનિવાર્ય-ફરજિયાત બને છે. (આર્ટિકલ-૧૫)
૫. (શાંતિ) પહેલો અને તથાકથિત શાંતિપૂર્ણ નિરાકરણો અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સીસ ધ ઈસ્લામિક રેઝિસ્ટન્સ મૂવમેન્ટના સિદ્ધાંતોની તદ્દન વિરુદ્ધમાં છે. આવી કોન્ફરન્સીસ નાસ્તિકો-કાફિરોને ઈસ્લામની ભૂમિઓ પર મધ્યસ્થી તરીકે નિયુક્ત કરવા સિવાય કશું જ નથી. જિહાદ સિવાય પેલેસ્ટિની સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી. ઈનિશિયેટિવ્ઝ, પ્રસ્તાવો અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સીસ સમયના વેડફાટ સિવાય કશું જ નથી, નિષ્ફળતાની કવાયતો છે. (આર્ટિકલ-૧૩)
૬. HAMAS પોતાને વૈશ્વિક ઝાયોનિઝમ-યહુદીવાદ વિરુદ્ધ સંઘર્ષના ચક્રમાં અગ્રેસર તેમજ મોખરાનું દળ માને છે. યુદ્ધખોર યહુદીઓ વિરુદ્ધની લડાઈમાં ભાવિ ભૂમિકા માટે શ્રેષ્ઠ સાધનસજ્જ હોવાથી સમગ્ર આરબ વિશ્વના ઈસ્લામિક જૂથોએ પણ આમ જ કરવું જોઈએ. (આર્ટિકલ-૩૨)
હું તો તમને દરેક પ્રકરણ અને ફકરાઓનું વિવરણ આપી શકું છું પરંતુ, મને આશા છે કે ઉપરોક્ત થોડા મુદ્દા જ આપણે કોની સાથે કામ પાર પાડી રહ્યા છીએ તે સમજાવી શકશે. તેઓ માનવતાના શત્રુ છે જેઓ ઈઝરાયેલ અને તેની પ્રજાનો ખાતમો કરવાના એકમાત્ર ધ્યેય સાથેના યુદ્ધનાદથી લોકોને એકત્ર કરવા ધર્મનો ઉપયોગ કરે છે. આ કોઈ માનવાધિકારની વાતો નથી, આ પેલેસ્ટિની લોકો વિશે પણ નથી, આ માત્ર યહુદી લોકોના સંપૂર્ણ વિનાશનું જ ધ્યેય છે.
તમારે ઈઝરાયેલ અથવા જ્યુઈશ લોકોને ગમાડવાની-ચાહવાની જરુર નથી. તમારે તેઓ જો કાંઈ કહે છે કે કરે છે તેની સાથે સંમત થવાની પણ જરુર નથી. જોકે, તેઓ જે શત્રુ, ઈસ્લામિક ત્રાસવાદી હમાસ સામે લડી રહ્યા છે તે પણ તમે સમજી શકતા ના હો તો, ઈઝરાયેલે શા માટે શક્તિશાળી બની રહેવાની જરુર છે તે સમજવામાં નિષ્ફળ રહેશો.
ઈઝરાયેલે ત્રાસવાદીહુમલાઓ સામે પોતાનું રક્ષણ કરવાના આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તેને પ્રાપ્ત અધિકારનો ઉપયોગ કર્યો છે. કમનસીબી એ છે કે ડાબેરીતરફી પાશ્ચાત્ય રાજકારણીઓ અને વોક (woke)-ચળવળિયા બ્રિગેડ ત્રાસવાદીઓની પડખે આવી ઉભા છે. સદભાગ્ય એ છે કે બ્રિટિશ પ્રજા સત્ય નિહાળી શકે છે અને મોટા ભાગના આપણે ઈઝરાયેલની પડખે છીએ.
હું એ દિવસની રાહ જોઉં છું જ્યારે વૈશ્વિક મુસ્લિમ કોમ્યુનિટી એકી અવાજે હમાસને વખોડી કાઢશે. તેમની પાસે પસંદગીનો વિકલ્પ છે, તમે ત્રાસવાદીઓની પડખે રહો અથવા માનવતાની પડખે રહો.
નિર્ણય લેવો તમારા હાથમાં છે.
(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


