ક્રિસમસના 12 દિવસ – ભારતલક્ષી પુનઃ આલેખન!

કપિલ દૂદકીઆ Tuesday 19th December 2023 08:09 EST
 
 

વર્ષનો આ એવો સમયગાળો છે જ્યારે ક્રિસમસના બહાના હેઠળ મોટા ભાગના લોકોમાં પાગલપન છવાઈ જાય છે અને તેઓ એવું કરે છે જે તેમને અન્યથા ક્ષોભજનક લાગતું હોય. આપણે ક્રિસમસને સંબંધિત ઘણા ગીતો સાંભળીશું અને એટલા બધા હશે કે છેવટે મારે એ કહેવું પડે કે મારા માટે તો આ વધારે પડતું થઈ જાય છે. ખેર, જવા દો. ભારત અને વડા પ્રધાન મોદીએ ગત દાયકામાં હાંસલ કરેલી સિદ્ધિઓની સંખ્યા સેંકડોમાં થવા જાય છે તેમાંથી થોડી મેં ‘ક્રિસમસના 12 દિવસ - 12 days of Christmas’ માટે ફરીથી આલેખી છે. એક આરોગ્યવિષયક ચેતવણી ધ્યાનમાં લેશો, હું કોઈ ગીતલેખક નથી!

આ ‘12 days of Christmas’ નું મારું સંસ્કરણ છે, ભારતીય તડકા સાથેઃ

ક્રિસમસના પ્રથમ દિવસે મારા સાચા પ્રેમ (ભારત માતા) ના મોકલાવેલા આવ્યા, એક વડા પ્રધાન મોદીજી, વિશ્વમાં સૌથી વધુ પ્રીતિપાત્ર નેતા.

ક્રિસમસના બીજા દિવસે મારા સાચા પ્રેમે મને મોકલ્યા, ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા માન્ય બે આર્ટિકલ્સ 370 અને 35A. એક રાષ્ટ્ર, એક પ્રજા અને એક કાનૂન.

ક્રિસમસના ત્રીજા દિવસે મારા સાચા પ્રેમે મને મોકલ્યા, મધ્ય પ્રદે, રાજસ્થાન અને છત્તીસગઢની જનતા માટે ત્રણ ચૂંટણીમાં વિજયહાર.

ક્રિસમસના ચોથા દિવસે મારા સાચા પ્રેમે મને મોકલ્યા, મારા મોક્ષ અર્થે યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદરીનાથની યાત્રાના ચાર ધામ.

ક્રિસમસના પાંચમા દિવસે મારા સાચા પ્રેમે મને મોકલ્યા, બ્રહ્માંડની ખોજ માટે પાંચ અવકાશી કાર્યક્રમો, ચંદ્રયાન-3, માર્સ ઓર્બિટર મિશન (MOM), એસ્ટ્રોસેટ, એક્સ-રે પોલારિમીટર સેટેલાઈટ (XPoSat) અને ઈન્સેટ-3DS.

ક્રિસમસના છઠ્ઠા દિવસે મારા સાચા પ્રેમે મને મોકલ્યા, ભારતની રક્ષા કાજે છ ઉચ્ચતમ ભારતીય મિસાઈલ્સ, પૃથ્વી-II, અગ્નિ-V, બ્રહ્મોસ, અગ્નિ-IV, શૌર્ય અને આકાશ

ક્રિસમસના સાતમા દિવસે મારા સાચા પ્રેમે મને મોકલ્યા, ભારતની સપ્ત પુરી (નગરી)ઃ અયોધ્યા, મથુરા, માયા (હરિદ્વાર), કાશી (વારાણસી), કાંચી (કાંચીપુરમ), અવંતિકા (ઉજ્જૈન) અને દ્વારાવતી (દ્વારકા).

ક્રિસમસના આઠમા દિવસે મારા સાચા પ્રેમે મને મોકલ્યા, આકાશને આંબવા ભારતમાં આઠ ગગનચૂંબી ઈમારતોઃ વર્લ્ડ વન, વર્લ્ડ વ્યૂ, ધ પાર્ક, ઓમકાર 1973, નાથાની હાઈટ્સ, ધ 42, થ્રી સિક્સટી વેસ્ટ ટાવર A અને વન અવિઘ્ના પાર્ક.

ક્રિસમસના નવમા દિવસે મારા સાચા પ્રેમે મને મોકલ્યા, વારાણસીમાં નવ ઘાટ- અસ્સી, ચેત સિંહ, દરભંગા, દશાશ્વમેઘ, મનમંદિર, મણિકર્ણિકા, સિન્ધિયા, ભોંસલે અને પંચગંગા.

ક્રિસમસના દસમા દિવસે મારા સાચા પ્રેમે મને મોકલ્યા, મોદીના દસ ઈનિશિયેટિવ્ઝઃ મન કી બાત, સ્વચ્છ ભારત મિશન, મેઈક ઈન ઈન્ડિયા, જન ધન યોજના, ઉજ્જવલા યોજના, આયુષ્યમાન ભારત, GST, ટ્રિપલ તલાક બિલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ઈન્ડિયા.

ક્રિસમસના અગિયારમા દિવસે મારા સાચા પ્રેમે મને મોકલ્યા, અગિયાર સ્વાતંત્ર્યવીર (ચોક્કસપણે તો અગણિત)ઃ ડો. રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ, રાણી ગાઈડીનલિયુ, પિંગાલી વેન્કૈયા, રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, એની બીસન્ટ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ અને વિનાયક દામોદર સાવરકર.

ક્રિસમસના બારમા દિવસે મારા સાચા પ્રેમે મને મોકલ્યા, ભારતના બાર પ્રાચીન નગરોઃ વારાણસી, મદુરાઈ, અયોધ્યા, ઉજ્જૈન, પટણા, કન્નૌજ, હમ્પી, થાંજાવુર, વડોદરા, પુરી, દ્વારકા અને વૃંદાવન.

મને ચોક્કસપણે ખાતરી છે કે તમે બધા મારા ઉપરોક્ત સંસ્કરણમાં સુધારાવધારા કરી શકશો અને વધુ સર્વગ્રાહી અને અંગત પસંદની બને તે રીતે અનેક વધુ બાબતો ઉમેરી શકશો. વાસ્તવમાં હું તો માનું છું કે આપણા ભારતના પ્રત્યેક રાજ્ય માટે આપણે એક એક બાબત ઉમેરી શકીએ અને તેમ છતાં, આપણે ઘણી ઘણી બાબતોને સમાવી ન શકીએ તેમ પણ બની શકે છે. આ તો આનંદ માણવાની મૌસમ છે. આપણે ક્રિશ્ચિયન દેશમાં રહીએ છીએ અને આપણો પોતાનો આગવો ધર્મ, આપણી આગવી સંસ્કૃતિ અને આપણી આગવી ભાષા હોવાં છતાં, આપણે એવા લોકો છીએ જેમને આપણે કોણ છીએ તેમાં સંપૂર્ણ વિશ્વાસ છે જેના પરિણામે, સમગ્ર કોમ્યુનિટીની સાથે ઉત્સવોની ઉજવણીઓમાં સામેલ થઈ શકવાની શક્તિ આપણને સાંપડે છે.

આપણા સર્વ ખ્રિસ્તી ભાઈઓ અને બહેનોને આનંદ અને ઉલ્લાસપૂર્ણ ક્રિસમસ માણવાની શુભેચ્છા, અને જે લોકો આનો સ્વીકાર કે સમર્થન કરતા ન હોય તેમને પણ રજાનો આનંદ માણવાની શુભેચ્છા. અને તમને બધાને પણ, જેમને આઘાત લાગ્યો હોય કે કપિલ PC (પ્રોફેશનલ કન્ડક્ટ)નું પાલન કરી રહ્યા છે – ખેર, જ્યાં સુધી ચાલ્યું છે ત્યાં સુધી તો ચાલવા દો!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter