ક્લાઈમેટ ચેન્જ આપણા આંગણે

- રુચિ ઘનશ્યામ Tuesday 30th November 2021 15:56 EST
 
 

ગ્લાસગોમાં ૩૧ ઓક્ટોબરથી ૧૩ નવેમ્બર દરમિયાન યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ૨૦૨૧, COP26ની ૨૬મી બેઠક યોજાઈ હતી. આ કોન્ફરન્સના પ્રેસિડેન્ટ આલોક શર્મા હતા. તે તાપમાનમાં વધારાને ૧.૫ ડિગ્રી સુધી સીમિત કરવાના, ક્લાઈમેટ ચેન્જની વિપરિત અસરોને અનુકુળ થવા અને તે બન્ને સાથે નાણાંકીય પ્રવાહ જાળવી રાખવાના પેરિસ સમજૂતીના લક્ષ્યોને હાંસલ કરવાની દિશામાં સમયસરની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા દેશો માટે તક હતી. COP26ને કેટલીક મહત્ત્વની સફળતા મળી હતી. જોકે, એકંદરે આખરી પરિણામ અપેક્ષા કરતા ખૂબ ઓછું હતું.

COP26ની મુખ્ય બાબતોમાં ભારતની જાહેરાતો એક હતી. વડા પ્રધાન મોદીએ COP26ખાતે પાંચ નવા લક્ષ્ય પંચામૃતની જાહેરાત કરી.તેમાં ભારતની નોન ફોસિલ ફ્યુઅલ બેઈઝ્ડ ઉર્જાની ક્ષમતાને ૨૦૩૦ સુધીમાં વધારીને ૫૦૦ ગીગાવોટકરવી, ૨૦૩૦ સુધીમાં દેશની કુલ જરૂરિયાતોની ૫૦ ટકા ઉર્જા રિન્યુએબલ સ્રોતો દ્વારા મળે તે સુનિશ્ચિત કરવું, કુલ પ્રોજેક્ટેડ કાર્બન ઉત્સર્જનમાં એક બિલિયન ટનનો ઘટાડો કરવો, અર્થતંત્રની કાર્બન ઈન્ટેન્સિટી ૪૫ ટકાથી ઓછી ઘટાડવી અને ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો એમિસન હાંસલ કરવું.
આ બધી દેશની પ્લેજ છે અને સુધારેલી NDCs નથી. જીવન માટે તેમણે નવો શબ્દ આપ્યો. ‘લાઈફસ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ’. ભારતે ગ્લાસગોમાં લોંચ કરેલી ‘ગ્રીન ગ્રીડ ઈનિશિએટિવઃ વન સન વન વર્લ્ડ, વન ગ્રીડ’ મારફતે અતિઆધુનિક એનર્જી સોલ્યુશન્સને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. અગાઉ ૨૦૧૫માં પેરિસમાં COP21 માં ભારતે ફ્રાંસ સાથે ઈન્ટરનેશનલ સોલર અલાયન્સ શરૂ કર્યું હતું. ભારતના પર્યાવરણ પ્રધાને જણાવ્યું કે પર્યાવરણ માત્ર વાટાઘાટોનો મુદ્દો બની રહેવો જોઈએ નહીં. તેને વિઝન સાથે કાર્યવાહીમાં રૂપાંતરિત કરવો જોઈએ. અમારા Nationally Determined Contributions (NDCs)માં અમે જે લક્ષ્યની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે તેને હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ અને અમારી ઈચ્છા તેનાથી પણ વધારે કરવાની છે.
ક્લાઈમેટ ચેન્જ માટે વિક્સિત દેશો જવાબદાર છે. અત્યારે વાતાવરણમાં જે કાર્બન ઉત્સર્જન હયાત છે તેમાંથી મોટાભાગના માટે ઔદ્યોગીકૃત રાષ્ટ્રો જવાબદાર છે. ક્લાઈમેટ જસ્ટિસ સુનિશ્ચિત કરવા માટે તેમણે ક્લાઈમેટ ચેન્જની વિપરિત અસરોને ખાળવા માટે વિકાસશીલ દેશોને નાણાં અને ટેક્નોલોજી પૂરા પાડવા પડશે. પેરિસ સમજૂતી હેઠળ વિક્સિત દેશોએ તેમની ભૂતકાળની જવાબદારી પેટે ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે વિકાસશીલ દેશોને ૨૦૨૦થી વાર્ષિક ૧૦૦ બિલિયન ડોલર ચૂકવવાના હતા. પરંતુ, અત્યાર સુધી તેઓ વચન પાળવામાં નિષ્ફળ રહ્યા છે. પેરિસ સમજૂતીના આર્ટિકલ ૪.૧ મુજબ વિક્સિત દેશોએ વિકાસશીલ દેશો કરતાં વહેલા પીક એમિસન્સ સુધી પહોંચવું પડશે જ્યારે આર્ટિકલ ૯ જણાવે છે કે ક્લાઈમેટ ચેન્જની અસરોને પહોંચી વળવા અને તેને અનુકુળ થવામાં મદદરૂપ થવા એમ બન્ને માટે નાણાંકીય સંસાધનો પૂરા પાડશે. જોકે, પેરિસ સમજૂતી પર હસ્તાક્ષરો થયા ત્યારથી વિક્સિત દેશો નાણાંકીય મદદની બાબતે નિષ્ફળ રહ્યા છે. OECD’sના પોતાના પ્રોવાઈડેડ ક્લાઈમેટ ફાઈનાન્સના અંદાજો ૨૦૨૦ સુધીમાં વાર્ષિક ૧૦૦ બિલિયન ડોલરના લક્ષ્યથી ૨૦ ટકા ઓછાં રહ્યા હતા. ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવાના વિક્સિત દેશોના પ્રયાસો પણ પેરિસ સમજૂતીના તાપમાનના લાંબા ગાળાના લક્ષ્ય સુધી પહોંચવામા અપૂરતા રહ્યા છે.
કોન્ફરન્સના અંતે કોલ સબસિડીમાં phase out થી phase down એમ ભાષા બદલવામાં વિવાદ ઉભો થયો હતો. COP26ના પ્રેસિડેન્ટે પોતાની હતાશા વ્યક્ત કરી હતી અને આને માટે ભારતનું નામ આપ્યું હતું. ભારતીય સૂત્રોએ સંકેત આપ્યો હતો કે COP26માં ભારત દ્વારા જ્યારે સુધારેલી ટેક્સ્ટ વાંચવામાં આવી ત્યારે તે સુધારો ભારતે લખ્યો ન હતો.
મીડિયા અહેવાલોમાં સ્પષ્ટતા કરાઈ હતી કે ભારતે તો ઉર્જા માટે કોલસા પરની આધારિતતાને સમાપ્ત કરવા માટે ટેક્સ્ટમાં અનુરોધ કરતા જ્યારે અન્ય ફોસિલ ફ્યુઅલ્સને phas outની બહાર રાખવાના શબ્દો સામે વાંધો પણ ઉઠાવ્યો હતો. વિરોધ પાછળનો વિચાર બીજા દેશો લાભ ખાટી જાય અને અન્ય નબળા દેશોને પોતાની જાતે સામનો કરવા માટે છોડી ન દે તેવો હતો. ભારતનો ભાર એ બાબતે હતો કે અતિગરીબ અને અતિ નબળા દેશોને મદદની જોગવાઈ સાથે અને રાષ્ટ્રીય સંજોગોને સુસંગત રહીને phas out કરવું જોઈએ જેથી કોલસાથી ઉર્જાના અન્ય પ્રકારો તરફ વાજબી રીતે પરિવર્તન થઈ શકે. એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કોલસાનો વપરાશ રાતોરાત બંધ કરી શકાય નહીં. આ ધીમી પ્રક્રિયા હોવી જોઈએ.
વિક્સિત દેશોએ છેલ્લાં બે દસકામાં પૂરતા ક્લાઈમેટ એક્શનમાં વિલંબ કર્યો છે. ચર્ચા, નિર્ણયો અને પગલાં વચ્ચેનો વિરોધાભાસ પૂરવાર થઈ ચૂક્યો છે. ક્લાઈમેટ જસ્ટિસ સુનિશ્ચિત કરવા માટે એક લેવલ પ્લેઈંગ ફિલ્ડ તૈયાર કરવું જોઈએ. વિક્સિત દેશોએ ક્લાઈમેટ ફાઈનાન્સ અને ટેક્નોલોજી ટ્રાન્સફર માટેની તેમની જવાબદારી પૂર્ણ કરવી જ જોઈએ. તેમણે જે લક્ષ્યો માટે વચન આપ્યું છે તેને હાંસલ કરવા વધુ ઝડપે કામ કરવું જોઈએ. કાર્બન સ્પેસમાં વિક્સિત દેશોનો વધુ પડતો મોટો હિસ્સો હોય છે. તેમને વિકાસશીલ દેશોની કાર્બન સ્પેસ પર અતિક્રમણ કરતાં અટકાવવાનો સમય પાકી ગયો છે. દુનિયાને બચાવવી હોય તો ભૂતકાળમાં ગ્રીનહાઉસ ગેસમાં જેમનું વધુ યોગદાન રહ્યું છે તેમણે વહેલામાં વહેલી તકે તેમની જવાબદારીઓ પૂર્ણ કરવી જ જોઈએ.
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
twitter @RuchiGhanashyam)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter