૧૯૬૦માં ઐતિહાસિક ફિલ્મ ‘સ્પાર્ટાકસ’ આવી હતી જે પ્રાચીનકાળમાં ગુલામોના બળવાના નેતા સ્પાર્ટાકસની જીવનકથા અને ત્રીજા સર્વાઈલ યુદ્ધની ઘટનાઓથી પ્રેરિત હતી. તેમાં દંતકથાસમાન અભિનેતા કર્ક ડગ્લાસે મુખ્ય પાત્રની ભૂમિકા ભજવી હતી. એક દૃશ્યમાં રોમન જનરલ ગુલામોને કહે છે કે જો તેઓ સ્પાર્ટાકસને ઓળખી નહિ બતાવે તો તેમને બધાને ફાંસીએ લટકાવી દેવાશે. આ સમયે સ્પાર્ટાકસ પોતાની ઓળખ જાહેર કરી દેવા તૈયાર થાય છે પરંતુ, તે આમ કરે તે પહેલા જ તેની આસપાસ રહેલા ગુલામો ઉભા થઈને કહે છે કે‘ હું સ્પાર્ટાકસ છું!’ ઈતિહાસની એક ક્ષણમાં આ પુરુષોનું જૂથ એકસંપ અને ઉન્નત મસ્તક દેખાય છે. તેઓ દમનકારોને તેમનો શિકાર (સ્પાર્ટાકસ) હાથમાં નહિ આપીને માનવ એકતા અને અપ્રતિમ વીરતાનું અદ્ભૂત પ્રદર્શન કરે છે.
તમને એમ લાગશે કે ‘કપિલની ખિચડી’ કોલમમાં આ વાતને વળી શું લાગેવળગે? તમે થોડી ધીરજ ધરશો તો હું કેટલાક તાણાવાણા જોડી આપવા ઈચ્છું છું.
ભારતવર્ષના લોકો લગભગ ૧૪૦૦ વર્ષ સુધી ગુલામીમાં સબડ્યા હતા. સૌ પહેલા તો ઈસ્લામિક આક્રમણખોરો અને હજુ થોડાં જ વર્ષો પહેલા બ્રિટિશ (અને પોર્ટુગીઝ)ની ગુલામી હેઠળ હતા. જ્યારે લોકો આટલા લાંબા સમયગાળા સુધી ગુલામ બનીને રહ્યા હોય ત્યારે તેમનો આત્મા પણ નાશ ન પામે તો પણ ગુલામ થઈ જાય છે. તેમનો ખુદમાં, પોતાના વારસા-ધરોહર અને તેમના સાથી ભારતીયો પ્રતિ આત્મવિશ્વાસ ભાંગી પડે છે. આવી ગુલામી વ્યક્તિની ઓળખ, વ્યક્તિની આસ્થા, વ્યક્તિની સંસ્કૃતિ અને વ્યક્તિની ભાષાને ઉધઈની માફક કોરી ખાય છે. ભારતને ‘આઝાદ’ થયાને ૭૦ વર્ષ થઈ ગયા પરંતુ, એ ગુલામીની માનસિકતા આજે પણ જોવા મળે છે.
વડા પ્રધાન મોદી ભારતવર્ષનું મકક્મતાપૂર્વક સમર્થન કરે છે ત્યારે આપણે જોઈએ છીએ કે કેટલાક મીડિયા, બાંધછોડ કરનારા તકવાદી રાજકારણીઓ, ભ્રષ્ટ બિઝનેસ માલિકો, રાષ્ટ્રદ્રોહથી ભરપૂર આગવા એજન્ડાઓ ધરાવતી સ્વૈચ્છિક સંસ્થાઓ –NGO તેમજ ભારત અને ભારતીયોને નીચું દેખાડવા કે હીણા ચીતરવા સદાય તત્પર અસંખ્ય લોકો પણ છે. વડા પ્રધાન મોદી વિશ્વમાં કોઈ પણ સ્થળે જાય છે ત્યાં ઊંચા મસ્તક સાથે જાહેર કરે છે કે હું ભારતીય છું. આવા સમયે શાલીનતા- શિષ્ટતાનો અંશ પણ ધરાવતા દરેક ભારતીયે તેમની પડખે ઉભા રહી જાહેર કરવું જ જોઈએ કે ‘હું ભારતીય છું.’ વડા પ્રધાન મોદીએ એકલા હાથે સમગ્ર વિશ્વમાં ભારતીયોને ભારે ગૌરવ અને સન્માન અપાવ્યું છે. આમ છતાં, માત્ર ભારતમાં નહિ, વિશ્વભરમાં અસંખ્ય લોકો છે જેઓ ‘સિપાઈ’ની માનસિકતાને ઉત્તેજન આપે છે.
આપણી નજર સામે જ લેબર પાર્ટીના સાંસદ તન ધેસી જેવા લોકો પણ છે જેઓ સ્વેચ્છાએ પોતાના પૂર્વજોની પવિત્ર ભૂમિ પર હુમલો કરવા ભારતવિરોધી બ્રિગેડની સાથે ભાગીદારી કરે છે. જે ગુરુવર્યોએ ભારતવર્ષ માટે સર્વસ્વનું બલિદાન આપ્યું હતુ તેઓ આવા બનાવટી-નકલી શીખોની કડક નિંદા જ કરશે. ખાલિસ્તાનીની વ્યાખ્યા ધરાવતી વ્યક્તિ હરગિજ શીખ તરીકે ન ઓળખાવી શકાય.
આ બાબત મને યુકે અને સેન્સસ ૨૦૨૧ના મુદ્દે લઈ આવે છે. આપણા સમાજના પોતને સારી રીતે સમજવા દર ૧૦ વર્ષે વસ્તીગણત્રી કરવામાં આવે છે. દરેક વ્યક્તિએ તેમાં ભાગ લેવો જ જોઈએ પરંતુ, ભારતીયો માટે તેઓ ચોક્કસ ડેટા કાળજીપૂર્વક ભરે તે મહત્ત્વનું છે. હું ભારતીય છું આથી, દરેક ભારતીયોને મારી એક સલાહ છે કે ભારત સાથે કડી ધરાવનારા તમામે પોતાના ધર્મ કે આસ્થા (શીખ, હિન્દુ, બૌદ્ધ, જૈન, ક્રિશ્ચિયન્સ અને મુસ્લિમ પણ)ને ધ્યાનમાં લીધા વિના જ પ્રશ્નક્રમાંક ૧૪નો ઉત્તર આ મુજબ આપવો જોઈએઃ
પ્રશ્ન ૧૪: રાષ્ટ્રીય ઓળખઃ તેનો ઉત્તર ‘બ્રિટિશ’ તરીકે આપો અને પછી ‘other’ બોક્સમાં ટીક કરીને ‘Indian’- ભારતીય લખો.
પ્રશ્ન ૧૫c: તમારું વંશીય જૂથ કયું છે? ઉત્તર લખો- ‘Indian’- ભારતીય
આપણી ઓળખ બહુવિધ સાથસંપર્કથી સંકળાયેલી છે. હું બ્રિટિશ છું. હું ભારતીય છું અને હું હિન્દુ છું. મને આ ત્રણે ઓળખનું ગૌરવ છે. આપણે શું અથવા કોણ છીએ તેનો કદી પણ શા માટે ઈનકાર કરવો જોઈએ?
એક ભારતીય હંમેશાં ભારતીય રહેશે. આ જ બાબત સ્કોટ, અથવા આઈરિશ અથવા વેલ્શ માટે પણ સાચી જ છે. આ જ હકીકત તમે ચેનલને ઓળંગી આગળ જશો, વિશ્વમાં કોઈ પણ સ્થળે તમને ફ્રેન્ચ, અથવા જર્મન અથવા તો ઈટાલિયન કે પોલિશ જોવા મળશે, તેઓ પોતાની આઈડેન્ટિટી-ઓળખ જાળવે છે અને તેની સાથે પ્રતિબદ્ધ જ રહે છે. આથી, ગૌરવશાળી બની રહો, ગુલામ નહિ. ગર્વથી ઊંચા મસ્તક સાથે મક્કમતાપૂર્વક જાહેર કરો,
હું ભારતીય છું - I AM INDIAN.
(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો)


