ગૌરવપૂર્ણ વારસો ધરાવતી ધ ઈન્ડિયા લીગ

અલ્પેશ પટેલ Wednesday 04th August 2021 04:44 EDT
 
 

લોર્ડ રેન્જર અને આ સાપ્તાહિકના પ્રકાશક-તંત્રી સીબી પટેલે મને ૧૯૨૮માં સ્થપાયેલી ધ ઈન્ડિયા લીગનું સંચાલન સંભાળી લેવા મને જણાવ્યું હતું. ઓપન યુનિવર્સિટી સમજાવે છે તેમ ધ લીગ ગૌરવપૂર્ણ વારસો ધરાવે છે. ‘ધ ઈન્ડિયા લીગ બ્રિટનસ્થિત સંસ્થા હતી જેનું લક્ષ્ય ભારતની સંપૂર્ણ સ્વતંત્રતા અને સ્વદેશી સરકાર માટે અભિયાન ચલાવવાનું હતું. આની પાછળનું પ્રેરક બળ કર્મશીલ, ધારાશાસ્ત્રી અને તંત્રી વી.કે. કૃષ્ણ મેનન હતા. તેનું સ્વરુપ એની બેસન્ટની હોમ રુલ ફોર ઈન્ડિયા લીગ (સ્થાપના ૧૯૧૬) અને તે પછી કોમનવેલ્થ ઓફ ઈન્ડિયા લીગ (સ્થાપના ૧૯૨૨)માંથી ઘડાયું હતું.

મેનન ૧૯૨૮માં કોમનવેલ્થ ઓફ ઈન્ડિયા લીગના જોઈન્ટ સેક્રેટરી બન્યા હતા અને સંપૂર્ણ સ્વાતંત્ર્યના મહાન ધ્યેય માટે તેની ડોમિનિયન સ્ટેટસના ધ્યેયને ફગાવી સંસ્થાને વધુ જોશીલી-ઉદ્દામવાદી બનાવી હતી અને આ પ્રક્રિયામાં એની બેસન્ટ જેવા વ્યક્તિત્વો સંસ્થાથી વિમુખ થઈ ગયા હતા. ૧૯૩૦ના દાયકામાં મેનનની નેતાગીરી હેઠળ સંસ્થાએ ભારે પ્રગતિ સાધી હતી અને સમગ્ર લંડનમાં તેમજ બોર્નમાઉથ, બર્મિંગહામ, બ્રેડફોર્ડ, બ્રિસ્ટોલ, કાર્ડિફ, ડબ્લિન, હલ, લેન્કેશાયર, લીડ્ઝ, લિવરપૂલ, માન્ચેસ્ટર, ન્યૂકેસલ, શેફિલ્ડ, સાઉધમ્પ્ટન અને વોલ્વરહમ્પ્ટન સહિત અન્ય બ્રિટિશ શહેરોમાં અનેક શાખાઓ ફેલાઈ હતી.’

તો હવે મારું વિઝન-કલ્પના શું હોઈ શકે? આ મારા વિચારો છે અને લીગની વેબસાઈટ (www.theindialeague.org) મારફત તમારા વિચારો મોકલી આપવા સહુને આમંત્રણ છે. યુકે વેપાર અને સંરક્ષણના ક્ષેત્રોમાં ભારત સાથે કેન્દ્રબિન્દુ રચી રહ્યું છે તેવા સમયમાં આપણી ભૂમિકા અગાઉ ક્યારેય ન હતી તેવી અતિ મહત્ત્વપૂર્ણ અને આવશ્યક બની રહેશે.

પોતાના સુંદર વારસાને તેમજ વર્તમાન સમયને સસંગત અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઈન્ડિયા લીગ આ કાર્યો કરશેઃ

• વિશ્વની બે અગ્રણી ઉદારવાદી લોકશાહીઓ તરીકે યુકે અને ભારત વધુ સમૃદ્ધ અને મજબૂત બની રહે તે માટે યુકે-ભારત સંબંધોને તેના તમામ પાસાઓ- ઈન્ટર-ગવર્મેન્ટલ, એકેડેમિક, સાંસ્કૃતિક, આર્થિક સ્વરુપે મજબૂત બનાવવા. આપણે યુકે અને ભારતની સમૃદ્ધિ અને કલ્યાણમાં માને છીએ અને વિશ્વની ચોથા અને પાંચમા ક્રમની સૌથી મોટી લોકશાહીઓ છે ત્યારે મોટા ભાગનું વિશ્વ આપણા મૂલ્યોમાં સહભાગી છે. ઈતિહાસ પ્રતિ દૃષ્ટિ અને ભવિષ્યને નજરમાં રાખી જુલ્મ-અત્યાચાર, કટ્ટરવાદ, ગરીબાઈનો પ્રતિકાર કરવા તેમજ સાથે મળીને વિશ્વની સૌથી મોટી સમસ્યાઓ ઉકેલવા મજબૂત ગઠબંધનોના નિર્માણમાં સહકાર સાધવો.

• હેટસ્પીચ અને ભેદભાવના પ્રતિકાર સહિત ભારતીય ડાયસ્પોરાના મુદ્દાઓ પરત્વે વિશ્વમાં અગ્રેસર થવું અને સમર્થન આપવું.

• લીગ હંમેશાં જેના માટે અડીખમ ઉભી રહી છે તેવા આઝાદી અને સમાનતાના લોકશાહીવાદી આદર્શો અને ઉદારવાદના આપણા ધ્યેયો પ્રતિ વધારાનો મજબૂત અવાજ પૂરો પાડવા અન્ય સંગઠનો સાથે મળીને કામગીરી કરવી.

• ભારતીય મૂળના લોકોને મજબૂત અને સ્વતંત્ર વિચારો ધરાવતા, પોતાના અધિકારોથી સંપૂર્ણ માહિતગાર અને તેઓ વિશ્વના લોકો સાથેના સંબંધોમાં સમાન પાર્ટનર્સ બની રહે તેવા લીગના પાયાના સિદ્ધાંતોને અનુરૂપ ભારતીય ડાયસ્પોરાને નાગરિક તરીકેના તેમના અધિકારો અને ફરજો વિશે માહિતગાર અને શિક્ષિત કરવા.

 • સામ્રાજ્ય-એમ્પાયરના કુકર્મો અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામોનું મહત્ત્વ ભૂલાય નહિ તેની ચોકસાઈ રાખવી તેમજ ભાવિ પેઢીઓને પ્રેરણા મળતી રહે તેના આદર્શ તરીકે યુકે અને વૈશ્વિક સ્વાતંત્ર્યમાં વર્તમાન અને ભૂતકાળમાં ભારતીયોના પ્રદાનને યાદ રાખવું.

(www.PoliticalAnimal.me)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter