ઘરઆંગણે ABPLનું સુસ્વાગતમ્

નવીન શાહ Wednesday 16th February 2022 07:45 EST
 
 

શ્રી સીબીએ હાલમાં જ એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર સાપ્તાહિકોમાં તેમની ABPL કામગીરી હેરો ખાતે ખસેડવાની જાહેરાત કરી હતી તેનાથી મારા કાનમાં જાણે સંગીત રેલાઈ ગયું છે. ભારતીય/ગુજરાતી વસ્તીના સૌથી મોટા પ્રમાણ ધરાવવામાં એક હેરોના વસ્તીશાસ્ત્રને જોઈએ તો ABPL માટે હેરો કુદરતી ઘર જ ગણાય. હેરો એ સ્થળ છે જ્યાં, ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના વાંચકોમાંથી ઘણા રહે છે અને કામ કરે છે.

આ જ સ્થળે સીબી અને તેમની ટીમે વિવિધ સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય મુદ્દાઓ તેમજ ઈવેન્ટ્સ વિશે ભારતીય વારસાની કોમ્યુનિટીઓ સાથે સંવાદ રચ્યો છે. સંગત સેન્ટર અને કેપી હોલ સહિતના સ્થળોએ યોજાએલા તેમના કાર્યક્રમોમાં મેં કેટલી હાજરી વખત આપી છે તેની ગણતરી પણ હવે મને યાદ નથી.

સીબી અને ABPLસ્થિત તેમની ટીમે ગત ૪૦ અથવા વધુ વર્ષથી ‘કર્મયોગ હાઉસ’થી આપણી અદ્ભૂત સેવા કરી છે, જે પબ્લિકેશન્સ માટે તો સાચા અર્થમાં સીમાચિહ્ન હોવાની સાથોસાથ કર્મયોગ હાઉસનો શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું તે ‘શક્તિ હોલ’ ભારતથી આવતા મહાનુભાવોની સાથે બેઠકો અને ઈવેન્ટ્સની ઉજવણી માટે પણ લેન્ડમાર્ક બની રહ્યો હતો. ‘કર્મયોગ હાઉસ’થી કરાયેલી અપીલની બ્રિટિશ ભારતીયો પર વિસ્તૃત અસર ઉપજાવતી રહી છે તેમજ લંડન અને સમગ્ર યુકેથી ખેંચી લાવી તેઓને એકસંપ કરનારી રહી છે.

આમ છતાં, હું આપણી કોમ્યુનિટીઓ વસે છે તે ‘હૃદય’માં વસવામાં માનું છું અને તેમાં બ્રેન્ટ, બાર્નેટ, ઈંલિંગ અને નોર્થવૂડ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. આના થકી આપણી કોમ્યુનિટીઓ, બિઝનેસીસ અને સ્વૈચ્છિક/જાહેર સંસ્થાઓ સાથે વ્યાપક સંપર્ક સાધવાની ભારે મદદ પ્રાપ્ત થશે. એ પણ ભૂલવું ન જોઈએ કે લેસ્ટરમાં આપણા સમુદાય માટે પણ ABPLનો સંપર્ક વધુ સુગમ બની રહેશે!

અંગત અને નર્યા સ્વાર્થની દૃષ્ટિએ વિચારીએ તો રેખા અને હું ભારે ખુશ છીએ કે એક કલાકની યાત્રા ખેડવી પડે તેના બદલે આ સંસ્થા હવે ઘરઆંગણે જ આવી પહોંચી છે! સીબી અને ABPLટીમ સાથે રેખા અને મારા સંબંધો લગભગ ૩૦ વર્ષ જૂના છે. હેરો કાઉન્સિલ સાથે કાઉન્સિલર અને હેરો કાઉન્સિલના લીડર તરીકે ૨૦ વર્ષ તેમજ વર્ષ ૨૦૨૦-૨૧ના ગાળામાં ચેર ઓફ લંડન એસેમ્બલી સહિત બ્રેન્ટ અને હેરોના પ્રતિનિધિ તરીકે લંડન એસેમ્બલીમાં મારી ૧૩ વર્ષની મુદત દરમિયાન વિવિધ પ્રકારના ઈવેન્ટ્સ અને મુદ્દાઓને સાંકળતા સક્રિય અને રચનાત્મક સુસંવાદનો તેમાં સમાવેશ થયો છે.

એશિયન વોઈસમાં સ્થાનિક સેફ્ટી, રેસિઝમ, સમાનતા અને કાશ્મીર જેવા વ્યાપક સ્તરના મુદ્દાઓ પર મારી કોલમ્સ-કટારમાં ૧૫૦થી વધુ આર્ટિકલ્સનો ફાળો આપવાનો આનંદ મને પ્રાપ્ત થયો છે. આ જ રીતે, મારી પત્ની રેખા શાહ ૨૦ વર્ષ સુધી હેરો કાઉન્સિલર અને ૨૦૧૬-૧૭ના ગાળામાં હેરોના મેયર રહ્યાં હતાં. તેમણે પણ ટીમ ABPL સાથે સંબંધ માણ્યો છે અને તેનો લાભ પણ મળ્યો છે.

અમે હેરોમાં આગમનને ભારે આવકારદાયક અને આપણી વૈવિધ્યપૂર્ણ કોમ્યુનિટીઓની સેવા કરવા અને તેમને માહિતી પીરસવામાં નવા શિખરો સર કરવા સીબી અને તેમની ટીમ માટે નવું સોપાન બનશે તેમ માનીએ છીએ. આ ખરેખર લોકપ્રિય કદમ છે અને તેઓ આસમાનની ઊંચાઈને આંબવાનો વિકાસ સાધે તેને અમારું સર્વાધિક સમર્થન છે.

હેરોના આંગણે આપનું હાર્દિક સ્વાગત છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter