મૂળ ગુજરાતથી આવેલા અને ઈંગ્લેન્ડના ઈસ્ટ મિડલેન્ડ્સમાં સ્થાયી થયેલા પરિવારના સભ્ય જતીન પટેલ ભારતીય સંસ્કૃતિ ધરાવતા બ્રિટિશ પુરુષ છે. ફેશન બ્રાન્ડ કાલિકાસ આર્મર- Kalikas Armour બ્રાન્ડના ક્રીએટિવ ડાયરેક્ટર અને ફેશન ડિઝાઈનર જતીન પટેલે એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે,‘મારો ઉછેર પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિઓના સંયોજન અને એકત્રીકરણ સાથે થયો હોવાથી અને વિવિધ કોમ્યુનિટીઓના અનુભવોના સંમિશ્રણ થકી મારી સમજણ, સાપેક્ષ કલ્પના અને અભિવ્યક્તિનું ઘડતર થયું છે.’
જતીન પટેલે આર્ટ્સમાં કારકિર્દી ઉભી કરી છે અને તેમના શિક્ષણમાં BA ઓનર્સ ડીગ્રી અને ફેશનમાં ફર્સ્ટ કલાસ માસ્ટર્સનો સમાવેશ થાય છે. પટેલ ફેશન ઈન્ડસ્ટ્રીમાં ૨૦ થી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે. તેમણે રોયલ એકેડેમી ફોર લંડન ફેશન વીક તેમજ પ્રેટ એ પોર્ટર પેરિસ અને તાજેતરમાં જ LFW ખાતે RTW કલેક્શન્સના પ્રદર્શનો કર્યો છે. તેઓ અસરકારક પરિવર્તન માટે સંવાદ સર્જવા સર્જનાત્મકતા, સંસ્કૃતિ અને કલાની અભિવ્યક્તિના ઉપયોગ સાથે આંતરરાષ્ટ્રીય ચેરિટીઝ અને સામાજિક સંસ્થાઓ સાથે અનોખા પ્રોજેક્ટ્સ પણ હાથ ધરે છે.
બૂસ્ટર અભિયાનોમાં મદદનો હાથઃ પ્રથમ લોકડાઉનના ગાળામાં જતીન પટેલ મહામારીના બદલાવને અનુરુપ થયા હતા અને હાલ તેઓ સર્જનાત્મક અને સાંસ્કૃતિક ક્ષેત્રો મારફત વેક્સિન બૂસ્ટર અભિયાનમાં મદદ કરી રહ્યા છે. અન્ય કળાકારોના નાના સમૂહ સાથે મળીને તેઓ ૧૦ વર્ષીય કલ્ચરલ સ્ટ્રેટેજીના ઘડતર અને નવી સાંસ્કૃતિક કોમ્પેક્ટ એજન્સી ક્રીએટિવ મેડવે (કેન્ટ, ઈંગ્લેન્ડ)ના નિર્માણમાં સંકળાયેલા છે. તેઓ સ્પેસીસ એન્ડ પ્લેસીસ ચેમ્પિયન તરીકે પણ ચૂંટાઈ આવ્યા છે. તેઓ યુકે સિટી ઓફ કલ્ચર ૨૦૨૫ બનવા મેડવેની તૈયારીમાં પણ જોડાવા સાથે બોર્ડના ટ્રસ્ચી અને સહ-અધ્યક્ષ પણ બન્યા છે. પટેલ માને છે કે સર્જનાત્મકતા અને સંસ્કૃતિ થકી રુપાંતરની શક્તિ, સમુદાય સુધી પહોંચ, વૈવિધ્યતા અને સમાવેશિતા પર કેન્દ્રિત ધ્યાન વાસ્તવમાં પરિવર્ત તરફનું સાચું આગેકદમ છે. આપણી ક્લાઈમેટ અને પૃથ્વીના અસરકારક પરિવર્તન માટે ચેરિટીઝ અને સામાજિક સંસ્થાઓ સાથેની ભાગીદારી લોકો સાથે અર્થપૂર્ણ સંવાદ રચી શકે તેમાં ફેશનનો ઉપયોગ યોગ્ય બળ બની શકે છે.
એશિયન સંસ્કૃતિ અને વારસાનું મહત્ત્વઃ જતીન પટેલ સમજાવે છે કે,‘ સ્થળ અને લોકોના વૈવિધ્યપૂર્ણ ઈતિહાસની સમૃદ્ધિ તો મહાન દંતકથાઓની પૌરાણિકતા, તેમજ સાંસકૃતિક પરંપરાઓ, રીતરિવાજો અને કર્મકાંડની કથાઓથી ઘડાતા કોમ્યુનિટીઓના મજબૂત પાયા, વાસ્તવિકપણે પારિવારિક સંબંધો, અન્યો સાથે જોડાઈ રહેવાનું બંધન, આસ્થા, માન્યતા અનેઉત્સવો અને પ્રસંગોની ઉજવણીની ગૂંજ થકી કેળવાયેલો સંગાથનો પરિપાક છે. સતત પ્રગતિ માટે સ્થિતિસ્થાપકતા અને નિર્ણાયકતા આવશ્યક છે. આખરે તો એ સતત શીખવા સાથે સ્વવિકાસનો આદર્શ છે. મારા માટે તો વાસ્તવમાં અનોખું સર્જન કરવા વિવિધ સંસ્કૃતિઓ એકમેકની નિકટ આવી જાય તે જ સૌંદર્યનું પરિમાણ છે.’


