ન્યાયતંત્રની નાદારી: નિર્દોષોના જીવનની બરબાદી

Wednesday 05th May 2021 05:37 EDT
 

૨૦૨૦ના વર્ષમાં વિશ્વભરના ભ્રષ્ટાચારી  દેશોની સૂચિમાં યુકે ૧૧મા નંબરે છે. આ નામાવલિના ચાર દેશો : કેનેડા, ઓસ્ટ્રેલિયા અને હોંગકોંગ સાથે યુકેની સરખામણી કરીએ તો એનો ક્રમ ઉતરતો છે. એકાદ દાયકા અગાઉ યુકે ૧૬મા ક્રમાંકે હતું. તે એ વર્ષ હતું કે, જ્યારે યુકેના જાહેર ક્ષેત્રોમાં ફોન હેકિંગ જેવાં કૌભાંડ સિવાય હજી ઘણા બધાં વિસ્તારો સંવેદનશીલ હતા. પાછળ એક દ્રષ્ટિપાત કરીએ તો ભ્રષ્ટાચાર અંગે વ્યક્તિગત કે સંસ્થાકીય નાણાકીય હેરાફેરીના કોઇ મજબૂત પુરાવા સાંપડતા નથી.
જીઓફ હૂન અને એન્ડી કોલ્સન કેસો બાદ ભ્રષ્ટાચારના ભાંડા ખૂલ્યા અને સિસ્ટમની નબળાઇ પર પ્રકાશ પડ્યો. ‘ધ કેલી રીપોર્ટ’ (મૂડી રોકાણ સંબંધી વાર્ષિક અહેવાલ) બહાર પડ્યા બાદ, રાજકીય પક્ષોના ફંડિંગ બાબત સુધારા કરવાની જરૂરત હોવાનું જણાવાયું.
દાયકા બાદ ઇતિહાસના ઇતિહાસ વચ્ચેનો સૌથી ખરાબ સમય ત્યારે આવ્યો જ્યારે ન્યુઝ સાઇટ્સ અને પ્રીન્ટ મીડીયામાં વડાપ્રધાનના નિવાસસ્થાને થઇ રહેલ નવીનીકરણમાં દેશના કરદાતાઓના નાણાંનો દુર્વ્યય થઇ રહ્યો હોવાનો આરોપ પ્રસિદ્ધ થયો. વડાપ્રધાન બોરિસ જ્હોન્સને આ દાવો નકારી કાઢ્યો ત્યારે એમને ફાળવાયેલ મદદની તપાસ કરવાની સૂચના શોધક ઓથોરિટીને અપાઇ કે એમના અને વડાપ્રધાન વચ્ચે થયેલ અંગત વાર્તાલાપ ડિલીટ ન કરવા. આમ થવાથી પરિણામ એ આવ્યું કે, એનો કડક અમલ થયો અને હિસાબ-કિતાબમાં ઘણી બધી બાબતો બહાર આવી જે ઢાંકવી શક્ય ન હતી. એ માટે બહુ મોડું થઇ ગયું છે. વડાપ્રધાનના મુખ્ય પૂર્વ સલાહકાર દસ્તાવેજોની ફાઇલ રાખવામાં નિષ્ફળ ગયા હોવાથી એ સાબિત કરવા જ્હોનસન વિરુદ્ધ કેસ આગળ ધપાવાશે.
‘ન્યાયાલયની સૌથી મોટી નાદારી’ના પોસ્ટ ઓફિસ કૌભાંડમાં વર્ષોનો માનસિક ત્રાસ-સંતાપ, જેલવાસ અને સમાજમાં અપમાનિત થયા બાદ ૩૯ સબ-પોસ્ટમાસ્તરોના જીવન કાયમી બરબાદીની ગર્તામાં ધકેલી દેવાયાં. સબ- પોસ્ટમાસ્તરોની પરસેવાની કમાણી સામે કરાયેલા બધા આરોપો જો સાચા સાબિત થાય તો પણ, આ સમગ્ર સિલસિલામાં માનવીના જીવનના અણમોલ વર્ષો વિટમ્બણામાં વીતી ગયા બાદ જ્યારે હાડપિંજર જ બચ્યું હોય ત્યારે રાહત કઇ રીતે મળે?  
આ પોસ્ટ ઓફિસ કર્મચારીઓમાં એકે તો અપઘાત કરી જીવન ટૂંકાવી લીધું, જેની પર હજારો પાઉન્ડ હડપ કરી ગયાનો આરોપ મૂકાયો હતો જે ગુનો એણે કર્યો જ ન હતો એની સજા વગર વાંકે ભોગવવી પડી.
બીજી એક નિર્દોષ મહિલાને સગર્ભાવસ્થા દરમિયાન જેલવાસ ભોગવવો પડ્યો અને ૭૫,૦૦૦ પાઉન્ડ ચૂકવવાનો પડકાર સહેવો પડ્યો. તે અશ્વેત મહિલા યુકેમાં પાંચ વર્ષ કામ કરે તો પણ કદાચ એ રકમ ભરપાઇ કરવા સક્ષમ ન થઇ શકે.
નીક વોલીસ નામના લેખકે ‘ધ ગ્રેટ પોસ્ટ ઓફિસ સ્કેન્ડલ’ શીર્ષકવાળું પુસ્તક લખ્યું જેમાં ન્યાયતંત્રના અન્યાયી ચૂકાદાને કારણે કલ્પના કરો કે, નિર્દોષોને કેટકેટલું સહેવું પડ્યું એનું નિરુપણ કર્યું છે.
આઇ.ટી. હોનારતને કારણે નિર્દોષોના માથે લાખો પાઉન્ડ ભરવાની આફત આવી પડી અને જેલવાસ ભોગવવો પડ્યો. પ્રથમ દ્રષ્ટિએ જેણે ગુનો કર્યો જ ન હતો એને ટેક્નિકલ ક્ષતિને કારણે ખોટી રીતે ન્યાય અપાયો. એ ચૂકાદાથી નિર્દોષોના જીવન કાયમ માટે બરબાદ થઇ ગયા.
જેણે વડાપ્રધાનના ફ્લેટના નવીનીકરણનો મુદ્દો ઉઠાવી એ બાબતમાં તપાસ કરવાનું પગલું ભરવાની હિમત દાખવી છે એનો યશ સત્તાધીશોને અપાવો જોઇએ, ચાહે એ ગુન્હેગાર હોય કે ન હોય!
‘ટેક્નિકલ ક્ષતિ’ સામે કોઇ કડક તપાસ નથી આદરાઇ કે કોઇને જેલવાસ ભોગવવો નથી પડ્યો. પરંતુ એ ક્ષતિજનક કોમ્પ્યુટર ડેટાને કારણે માનવ જીવનને જોખમમાં મૂકાયા? કોમ્પ્યુટરમાં તો ડીલીટનું બટન દબાવી ફરી શરૂ થઇ શકે પરંતુ માનવીની જીંદગીનું એવું થઇ શકે ખરું?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter