સામાન્યપણે ફાર્મ્સ બિલ તરીકે ઓળખાતા ભારતીય કૃષિ કાયદા, ૨૦૨૦ ગયા વર્ષના ઉત્તરાર્ધમાં કાયદાનું સ્વરુપ પામ્યા હતા. એક બાબત તો સ્પષ્ટ થઈ જ કે ચોક્કસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્ટોએ આમાં શીખ કોમ્યુનિટીનો ભારતને તોડવાના અને દાયકાઓથી કટ્ટરવાદીઓ દ્વારા ત્રાસવાદી રાષ્ટ્ર ખાલિસ્તાનની સ્થાપનાના ષડયંત્રના પોતાના અભિયાનના મુખોટા-મહોરા તરીકે ઉપયોગ કરવાની તક નિહાળી હતી.
થોડા સપ્તાહો પહેલા આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ થયો હતો જ્યારે કહેવાતા જાગૃતો (wokes)ની કઠપૂતળી બનેલી ગ્રેટા થનબર્ગે આંતરરાષ્ટ્રીય ધ્યાન આકર્ષવાના અત્યુત્સાહમાં ભારતવિરોધી પરિબળો કેવી રીતે દેશનું નીચાજોણું કરાવી શકે તેની કદમવાર સૂચનાઓ દર્શાવતો માસ્ટર પ્લાન ભૂલથી જાહેર કરી દીધો હતો. અચાનક ભારતવિરોધી લાગણીઓ ટ્વીટ્સ થકી પ્રગટ કરવાની જરુરિયાત રિહાન્ના જેવી અજ્ઞાન સેલેબ્રિટીઝને જણાઈ તેના પણ આપણે સાક્ષી બન્યા છીએ. લોકો એટલે સુધી કહે છે કે તેને ૨.૫ મિલિયન ડોલર ચૂકવાયા હતા અને હવે મને જરા પણ નવાઈ શા માટે લાગતી નથી!
આ કટ્ટરવાદીઓ દ્વારા ગુપ્તપણે આયોજિત હિંસક આંદોલન પાછળ ભારતની રાજધાનીમાં ૧૯૮૪ જેવી પરિસ્થિતિ સર્જવાની ખ્વાહિશ જ હતી. ખાલિસ્તાનીવાદીઓને કેટલીક છબીઓ અને વીડિયોઝ જોઈતા હતા જેનો ઉપયોગ તેમના શ્વેતવર્ણી આંતરરાષ્ટ્રીય જાગૃત માસ્ટર્સ ભારતવિરોધી ઉશ્કેરણી માટે કરી શકે. આપણે તો જોયું કે તથાકથિત ‘શાંતિમય દેખાવકારો’ ખુલ્લી તલવારો સાથે ઘૂમતા રહી પોલીસ પર હુમલો કરી રહ્યા હતા. અન્ય કોઈ દેશમાં તેઓને ઘટનાસ્થળે જ ઠાર મારી દેવાયા હોત!
જોકે, હંમેશાં શાંત રહેતા વડા પ્રધાન મોદીની દોરવણી હેઠળ કટ્ટરવાદીઓના આશ્ચર્ય વચ્ચે આત્મસંયમ જળવાયો અને તેમની યોજના વેરવિખેર થઈ ગઈ. રસપ્રદ બાબત એ છે કે ભારતના ૯૫ ટકા ખેડૂતોએ કોઈ વિરોધ કર્યો નથી. બહુમતી ખેડૂતો તેમની જમીનના ખેડાણમાં પરસેવો પાડી નિર્વાહની વ્યવસ્થા કરી રહ્યા હતા. તો પછી આ દેખાવકારો-વિરોધીઓ કોણ હતા? આ લોકો દાયકાઓથી સામાન્ય ખેડૂતોનું શોષણ કરી રહેલા કાર્ટેલ્સના હિસ્સા રહેલા અતિ ધનાઢ્ય સ્થાપિત હિતોની દોરવણી હેઠળ હતા. આ નવા કાયદાઓ દાયકાઓ જૂની અરાજકતાના નિરાકરણ તેમજ ભારત અને તેના ખેડૂતોને ભવિષ્ય માટે નવી આશાનું કિરણના આરંભ સમાન છે. એવું ભવિષ્ય જે સ્થાપિત હિતો દ્વારા શોષણથી મુક્ત હોય. ભારતે સ્પષ્ટ કરી જ દીધું છે કે દેશને હીણો ચીતરવાનું ષડયંત્ર કરનારા કોઈનો પણ કાયદાકીય સામનો કરાશે. યોગેન્દ્ર યાદવ, રિહાન્ના, ગ્રેટા થનબર્ગ, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, કેપ્ટન અમરિન્દર સિંહ, મમતા બેનરજી, ઠાકરેમંડળી, પવાર જેવા અને અન્ય ઘણા લોકો અચાનક ઠંડા પડી ગયા છે. ખેડૂતોના વિરોધનો ફિઆસ્કો હવે બદનામ થઈ રહ્યો છે.
આજે મારે કહેવું જ રહ્યું કે વડા પ્રધાન મોદી બહેતર જાણે છે. દિલ્હીની સરહદો પર ટોળાં એકત્ર થવાં છતાં કેન્દ્ર સરકારની નિષ્ક્રિયતાથી ઘણા લોકો દિગ્મૂઢ હતા. તે સમયે ઘણા એમ માનતા કે વડા પ્રધાન મોદી હવે ઘેરાઈ ગયા છે. આ મોદીયુગના અંતનો આરંભ છે.
હવે જરા વિચારોઃ ભારતવિરોધી પરિબળોએ આ ઘર્ષણ મોદી વિરુદ્ધ નિર્દોષ દેખાવકાર ખેડૂતો વચ્ચેનું બની રહે તેવું આયોજન કર્યું હતું. આજે પરિસ્થિતિ પલટાઈ તે ભારત વિરુદ્ધ ખાલિસ્તાની તત્વોના ઘર્ષણની બની છે. તેઓ દેશની નાડ બરાબર પારખે છે અને તેથી જ ચૂંટણીઓમાં વિજેતા બનતા રહ્યા છે.
આપણે યુકેમાં તનમનજિત સિંહ ધેસી જેવા લેબર સાંસદોને ભારત વિરુદ્ધ હુમલાની તક મળતા જ કૂદી પડતા જોયા છે. તેઓ અને તેમના લેબર સહયોગીઓ તેમના ભારતદ્વેષી ઉશ્કેરાટના ટ્રેક રેકોર્ડ ધરાવે છે. ભારત વિરુદ્ધ હુમલાઓ તો ચાલતા જ રહેશે. આમ શાથી થાય છે તે ભારતમાં અને વિશ્વભરમાં વસતા ભારતીયોએ સમજી લેવાની જરુર છે. આશરે ૧૪૦૦થી વધુ વર્ષ પછી, ભારત- ઈન્ડિયા તેના ભારતવર્ષના મૂળિયાંની શોધ કરી રહ્યું છે. વૈશ્વિક તખતા પર દેશનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે અને તેની સાથોસાથ, ભારતની મહેરબાની મેળવવા અને તેની સાથે વેપાર કરવા આંતરરાષ્ટ્રીય પાર્ટનર્સ લાઈન લગાવી રહ્યા છે. એક તરફ, ચીને આપણને વિનાશક કોવિડ વાઈરસની ભેટ આપી છે તો બીજી તરફ, ભારત હવે વિશ્વને જીવનરક્ષક વેક્સિનનો પુરવઠો પહોંચાડી રહ્યું છે.
વડા પ્રધાન મોદી ફાર્મર ઈન ચીફ – મુખ્ય ખેડૂત છે, તેઓ દેશને બરાબર ખેડી રહ્યા છે અને વિવિધ વ્યૂહરચનાઓના ઉપયોગથી ધર્મયુદ્ધ લડી રહ્યા છે. હજુ વધુ આક્રમણો સામે સજ્જતા કેળવવા વધુ રણનીતિને તીક્ષ્ણ બનાવવાની આવશ્યકતા છે. ભારતને કોઈ પરાજિત કરી શકશે નહિ, માત્ર ભારતની અંદર વસતા ભારતીય હિતશત્રુઓ જ આ કરી શકે તેમ છે. આથી વહાલા સિપાઈઓ, ચેતતા રહેજો કારણકે તેઓ તેમના વિદેશી માલિકોની ખડેપગે સેવા કરવાની તકની રાહ જ જોઈ રહ્યા છે.
(તમે કપિલ દૂદકિઆને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


