ધન્ય નેતાજી.....

- નીરુબેન દેસાઈ, ફોરેસ્ટ ગેટ Tuesday 26th January 2021 13:41 EST
 
 

ધન્ય નેતાજી.....

ઓગણીસો બેતાળીસની સાલ, જાલીમ વિશ્વયુદ્ધનો કાળ,

બોઝે બર્લિનમાં ભરી ફાળ, મળવા હીટલરને

જર્મન રેડિયો સુણતા લોક ત્યાંથી બોલે સુભાષ બોઝ

લોકો હરખે થોકે થોક – ધન્ય નેતાજી

બર્લિનને હેમ્બર્ગ શહેર વચ્ચે છાવણી કરી પેર

હીટલર મળતો ઉલટભેર – ધન્ય નેતાજી

હિટલર કહે આવીને જાતે સ્વાગત કરું હું દિલ જાત

મળ્યા મુજને ચતુર સુજાણ – ધન્ય નેતાજી

હિંદના ડેપ્યૂટી ફ્યૂહરર, બનાવ્યા હિટલરે મુકરર

ત્રિરંગી ઝંડો ઉડે ફરફર – ધન્ય નેતાજી

તા.૨૩ જાન્યુઆરીએ સુભાષચંદ્ર બોઝ જયંતી હતી. આજથી ૬૩ વર્ષ ઉપર નીરુબેન દેસાઈએ આ ગીત સ્કૂલમાં ગાયું હતું, તે તેમણે યાદ કરીને મોકલ્યું છે.

(વાચકમિત્રો, નીરુબેન દેસાઈ ‘ગુજરાત સમાચાર’ના ઘણાં વર્ષોથી વાચક છે. તેઓ અવારનવવાર લખતા રહે છે. ૮૦ વર્ષથી વધુ વયના હોવા છતાં તેઓ તેમની કૃતિઓ જાતે લખીને મોકલે છે. ગુજરાત સમાચાર તેમના યોગદાનની ખૂબ જ પ્રશંસા કરે છે અને તેમનો આભાર માને છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter