નવા એબીપીએલનું પરોઢ નજર સમક્ષ છે

સુભાષ વી. ઠકરાર B Com, FCA, FRSA Tuesday 10th October 2023 00:42 EDT
 
 

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા સમાજને સેવાના 50 વર્ષની ઉજવણીઓનું સમાપન ઐતિહાસિક હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે સ્પેશિયલ ડિનર સાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ નિમિત્તે ‘આઈઝ ઓફ ટુમોરો’ નામે અનોખા પુસ્તકનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટનું મુખ્ય મહેમાનપદ લોર્ડ જિતેશ ગઢિયાએ સંભાળ્યું હતું તેમજ લોર્ડ પોપટ, લોર્ડ લૂમ્બા અને લોર્ડ બિલિમોરિયાની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી.

‘આઈઝ ઓફ ટુમોરો’માં પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાક, પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને કોમ્યુનિટી સંસ્થાઓના અન્ય અગ્રણીઓ દ્વારા મૂળ સંદેશાઓ મૂકવામાં આવ્યા છે. નોંધપાત્ર બાબત તો એ રહી છે કે આ પુસ્તકમાં સમાજના અગ્રણી નિષ્ણાતો દ્વારા વિશિષ્ટ આર્ટિકલ્સ લખવામાં આવ્યા છે. આ પુસ્તકનું વિષયવસ્તુ ભવિષ્યલક્ષી છે જેમાં, નિષ્ણાતોએ 25 વર્ષના સમયગાળામાં તેમના સ્પેશિયાલિસ્ટ સેકટર્સને તેઓ કેવી રીતે નિહાળે છે તેના વિશે વિચારો રજૂ કર્યા હતા. નિષ્ણાતોની ભવિષ્ય સંબંધિત કલ્પનાની પાંખે વિહરવાનું આપણને આમંત્રણ અપાયું તે વાચન ખરેખર રસપ્રદ નીવડ્યું તેમાં કોઈ શંકા નથી.

સીબી પટેલ દ્વારા આપણને તેમના જીવનના અનુભવોની સમરણયાત્રા કરાવવામાં આવી છે. સંન્યાસજીવન અપનાવનારા તેમના પિતાની સાથે તેમનું પુનઃસંધાન, તેમની માતાએ કેવાં મોટાં બલિદાનો આપ્યાં તેની કથા સીબીના જીવનના હૃદયસ્પર્શી વર્ણનો છે અને કદાચ તેમણે પ્રથમ જ વખત આને જાહેરમાં જણાવ્યું છે જે અગાઉ કદી કશે જણાવાયું નથી.

સીબી પટેલ આજે 87 વર્ષના તંદુરસ્ત વ્યક્તિ છે અને બિઝનેસમાં સંપૂર્ણપણે સક્રિય છે અને રમૂજની અદ્ભૂત સંવેદક્ષમતા ધરાવે છે. તેમના નેતૃત્વ અને દૂરદૃષ્ટિએ ABPLને માત્ર સાપ્તાહિક સમાચારો પૂરા પાડવામાં જ નહિ, સમાજને અદ્ભૂત સેવા પૂરી પાડવામાં હરણફાળ ભરવાની ક્ષમતા પૂરી પાડી છે. ABPLઅને કર્મયોગ ફાઉન્ડેશન દ્વારા ગત 50થી વધુ વર્ષના સમયગાળામાં 500,000 પાઉન્ડથી વધુનું દાન કરવામાં આવ્યું છે. આ ગ્રૂપ ISKON મંદિરના અસ્તિત્વ, અમદાવાદ સુધીની ડાયરેક્ટ ફ્લાઈટ્સ અને અન્ય મંદિરો ખુલ્લા મૂકવા સહિત વિવિધ અભિયાનોમાં પ્રવૃત્ત રહ્યું છે.

સીબી દ્વારા આ ઈવેન્ટનો ઉપયોગ ABPLગ્રૂપ માટે દિશા સ્થાપિત કરવા માટે પણ કરાયો હતો. તેમના વિશ્વાસુઓમાં એક તરીકે કહું તો, ABPLગ્રૂપનું ભવિષ્ય સમૃદ્ધિમાં સમાજને લાભદાયી બનવાનું ચાલુ રહે તેની ચોકસાઈ અર્થે તેઓ સતત વિચારશીલ રહ્યા છે. સમાજના કલ્યાણ માટે વિચારતા રહેવાની આ તેમની કેવી ઉદારશીલતા છે! બિઝનેસને ચેરિટેબલ ટ્રસ્ટમાં રુપાંતરિત કરવાનો તેમનો વિચાર અભૂતપૂર્વ છે કારણકે વ્યાપારી માનસ ધરાવતા ઘણા લોકો આમ કરી શકે જ નહિ. આ ખરેખર વિલક્ષણ બાબત છે અને સીબીના મનમાં ઊંડા વિચારની પ્રક્રિયાને આગળ વધારે છે જે પોતાના બદલે સમાજના હિતને વિચારનારી વ્યક્તિના ચરિત્રનું દર્શન કરાવે છે.

સીબી પોતાના નેતૃત્વમાં ભારે સફળ રહ્યા છે અને તેમના પરિવાર અને વિશેષતઃ પુષ્પાબહેન, સરોજબહેન, મેરુલ અને ઊર્જાના સપોર્ટ થકી આ વધુ શક્ય બન્યું છે.

હું ચોક્કસપણે નવા ABPLના સમૃદ્ધ પરોઢની આગાહી કરીશ.

(લેખક ચેરિટી ક્લેરિટીના સ્થાપક ચેરમેન, એટલી સેન્ટર ફોર યૂથ્સ અને મૂર પાર્ક (૧૯૫૮) લિમિટેડના ચેરમેન તેમજ લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વાઈસ પ્રેસિડેન્ટ અને પૂર્વ અધ્યક્ષ હોવા સાથે આઈઝ ઓફ ટુમોરોના પ્રેરક પણ છે)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter