દિપાવલી પર્વ અને નવા વર્ષનાં શુભ મુહૂર્ત

Tuesday 14th October 2025 11:49 EDT
 
 

ધનતેરસ - ધનપૂજા - ઈન્દ્ર-કુબેર-લક્ષ્મી પૂજન
આસો વદ-12 શનિ વાર તા. 18 ઓક્ટોબર, ધનતેરસ. સમય: સવારે 08-06 થી 09-32 શુભ ચોઘડિયું, ગુરુની હોરાનો ઉત્તરાર્ધ ઉત્તમ ધનવર્ધક. બપોરે 12-01થી 16-44 વિજય અભિજિત મુહૂર્ત સાથે ચલ, લાભ અને અમૃત ચોઘડિયા સાથે બુધ - ચંદ્ર અને ગુરુની હોરાઓ શ્રેષ્ઠ લક્ષ્મીદાયક. સાંજે 17-40થી 20-40 શુક્ર-બુધ અને ચંદ્રની હોરાઓ ઉત્તમ તથા લાભ ચોઘડિયું લક્ષ્મી લાભકર્તા. રાત્રે 21-18 થી 27-40 શુભ, અમૃત અને ચલ ચોઘડિયા ઉત્તમ સાથે ગુરુ-શુક્ર-બુધ અને ચંદ્રની હોરાઓ સાથે સ્થિરયોગમાં સ્થિર લક્ષ્મીનિવાસકર્તા ઉત્તમ.
આ સમયમાં મહાલક્ષ્મી – ધનપૂજન તથા વૈદ્યો અને ડોક્ટરોએ શ્રી ધન્વંતરિ ભગવાન અને શ્રી અશ્વિનીકુમારનું પૂજન કરવું. ધનપૂજા, શ્રીયંત્ર, કુબેરયંત્ર અથવા કનકધારા યંત્રનું પૂજન કરવું અથવા નવા યંત્રો સ્થાપન કરવા. લક્ષ્મી યંત્ર, શ્રીયંત્રની પૂજા માટે શ્રેષ્ઠ, જેઓને ચોપડા લાવવાનાં બાકી હોય તેમણે આ દિવસે ઉપરોક્ત સમયમાં ચોપડા લાવવા. સોનુ-ચાંદી-રત્નોની ખરીદી અને શ્રીયંત્ર, કનકધારા યંત્ર, કુબેર યંત્રની પૂજા કરવી તેમજ નવા યંત્રોની પ્રતિષ્ઠા કરવા માટે ઉત્તમ વેળા છે.
કાળી ચૌદશ - નરક ચતુર્દશી
(કાલી, ભૈરવ, હનુમાનપૂજન, મશીનરી પૂજન)
(૧) આસો વદ-13 રવિવાર તા. 19 ઓક્ટોબર - આજે કાળીચૌદશની રાત જેમાં મહાકાલી, ભૈરવ, હનુમાન, નરસિંહ, ઘંટાકર્ણ મહાવીર, માણિભદ્રવીર, નાકોડા ભૈરવ તથા સમસ્ત વીર-પીર તમામ રક્ષક દેવોની મહાપૂજા અને આરાધના કરવાથી આધિ, વ્યાધિ, ઉપાધિ અને નડતરો દૂર થાય છે. આ દિવસે તમામ નાની-મોટી ફેકટરીઓમાં મશીનરી - યંત્રની મહાપૂજા કરવી.
દિવાળી - શ્રી શારદા - ચોપડાપૂજન
(૧) આસો વદ-14 સોમવાર તા. 20 ઓક્ટોબર દિવાળી. દિવાળીની મુખ્ય રાત્રિ એ દિવ્ય શક્તિઓની રાત્રિઓ ગણાય છે. કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ. પ્રથમ રાત્રિ: શ્રી મહાલક્ષ્મીજીની, જેને ધનતેરશ કહેવાય છે. બીજી રાત્રિ: મહાકાલીની, જેને કાળીચૌદશ અને ત્રીજી રાત્રિ: શ્રી મહાસરસ્વતીની, દિવાળી - શારદા એટલે ચોપડાપૂજન. આમ ત્રણ દિવસ મહાશક્તિઓનું મહાપૂજન કરવું. જો ત્રણ દિવસ પૂજન ન થાય તો દિવાળીના દિવસે ત્રણે દેવીઓનું સાથે પૂજન કરવું, જેથી નવું વર્ષ સફળ રહે. અહીં શારદાપૂજનના ફળદાયી મૂહુર્તો આપેલાં છે જે દિવસે અને રાત્રિએ કરી શકાય.
દિવાળી-શારદા-ચોપડા પૂજન મુહૂર્તો
આસો વદ-14 સોમવાર તા. 20 ઓક્ટોબર
(1) સમય 06-41 થી 08-44 ઉત્તમ, તુલા લગ્ન ઉત્તમ, અમૃત ચોઘડિયું અને ચંદ્રની હોરા શ્રેષ્ઠ. છઠ્ઠે - 11મે પાપગ્રહ યોગકર્તા. વ્યાપાર સ્થાનમાં ઉચ્ચનો ગુરુ તેમજ લગ્નમાં મિત્રક્ષેત્રી બુધ વ્યાપારવૃદ્ધિકર્તા (કર્ક, વૃશ્ચિક અને મીન સિવાય)
(2) સવારે 08-44થી 11-00 સ્થિર વૃશ્ચિક લગ્ન. શુભ ચોઘડિયું અને ગુરુની હોરા શ્રેષ્ઠ. લાભસ્થાને શુક્ર-ચંદ્રની યુતિ તેમજ ભાગ્યભાવે ઉચ્ચનો ગુરુ વ્યાપારમાં લાભકર્તા (મેષ, સિંહ અને ધન સિવાય)
(3) સવારે 11-00થી બપોરે 13-05 ધન લગ્ન. શુક્ર અને બુધની હોરાનો પૂર્વાર્ધ. દસમે કેન્દ્રમાં શુક્ર-ચંદ્ર યુતિ લાભદાયી. (વૃષભ, કન્યા, મકર સિવાય)
(4) બપોરે 13-05થી 14-52 મકર લગ્ન. ચલ ચોઘડિયું ઉત્તમ, બુધની હોરાનો ઉત્તરાર્ધ અને ચંદ્રની હોરા શ્રેષ્ઠ. લગ્નેશ શનિ પરાક્રમ ભુવનમાં સાતમે કેન્દ્રમાં ઉચ્ચનો ગુરુ, ભાગ્યમાં ચંદ્ર-શુક્રની યુતિ તેમજ ભાગ્યેશ બુધ કેન્દ્રમાં મિત્રક્ષેત્રી. (મિથુન, તુલા અને કુંભ સિવાય)
(5) બપોરે 14-52થી 16-25 સ્થિર કુંભ લગ્ન. ચલ ચોઘડિયાનો ઉત્તરાર્ધ અને લાભ ચોઘડિયું શ્રેષ્ઠ. ગુરુની હોરા શ્રેષ્ઠ લાભકર્તા. (કર્ક, વૃશ્ચિક અને મીન સિવાય)
(6) બપોરે 16-25થી 17-56 મીન લગ્ન. અમૃત ચોઘડિયું શ્રેષ્ઠ. લગ્નેશ ગુરુ પાંચમે ત્રિકોણમાં ઉચ્ચનો તેમજ સાતમે કેન્દ્રમાં શુક્ર-ચંદ્રની યુતિ શ્રેષ્ઠ. (મેષ, સિંહ અને ધન સિવાય)
(7) સાંજે 17-56થી 19-36 મેષ લગ્ન. ચલ ચોઘડિયું અને શુક્રની હોરા ઉત્તમ. ચોથે કેન્દ્રમાં ઉચ્ચનો ગુરુ વ્યાપાર સ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે. વ્યાપારવૃદ્ધિકર્તા. (વૃષભ, કન્યા અને મકર સિવાય) (8) સાંજે 19-36થી 21-34 બળવાન સ્થિર વૃષભ લગ્ન. બુધ-ચંદ્રની હોરાઓ ઉત્તમ લાભકર્તા. લગ્નેશ શુક્ર પાંચમે ત્રિકોણમાં લક્ષ્મીવૃદ્ધિકર્તા. પરાક્રમમાં રહેલો ઉચ્ચનો ગુરુ ભાગ્યસ્થાને શુભદ્રષ્ટિકર્તા. (મિથુન, તુલા અને કુંભ સિવાય) (9) રાત્રે 21-34 થી 23-48 મિથુન લગ્ન. લાભ ચોઘડિયાનો પૂર્વાર્ધ ગુરુની હોરા શ્રેષ્ઠ. લગ્નેશ બુધ પાંચમે ત્રિકોણમાં, કેન્દ્રમાં શુક્ર-ચંદ્ર, ધનસ્થાનમાં ગુરુ ધનવૃદ્ધિકર્તા.(કર્ક, વૃશ્ચિક અને મીન સિવાય)
(10) રાત્રે 23-48 થી 26-04 કર્ક લગ્ન. લાભ ચોઘડિયાનો ઉત્તરાર્ધ. લગ્નમાં ઉચ્ચનો ગુરુ અનેક દોષોને હણી લે છે, હણીને સુખ આપે છે. (મેષ, સિંહ અને ધન સિવાય)
(11) રાત્રે 26-04 થી 28-15 બળવાન સ્થિર સિંહ લગ્ન. શુભ - અમૃત ચોઘડિયા શ્રેષ્ઠ. શુક્ર-બુધ-ચંદ્રની હોરા શ્રેષ્ઠ. ત્રીજે પરાક્રમ ભુવનમાં બે કેન્દ્રાધિ પતિ સૂર્ય અને મંગળ યોગકર્તા. (વૃષભ, કન્યા ને મકર સિવાય)
(12) મોડી રાત્રે 28-15 થી 30-30 કન્યા લગ્ન. ચલ ચોઘડિયું અને ગુરુની હોરા શ્રેષ્ઠ. ઉત્તમ બ્રાહ્મ મુહૂર્ત શ્રેષ્ઠ. લાભસ્થાને ઉચ્ચનો ગુરુ અને લગ્નમાં શુક્ર-ચંદ્ર યોગકર્તા. (તુલા, કુંભ અને મિથુન સિવાય)

તા. 21 ઓક્ટોબર મંગળવારે પડતર દિવસ

વિક્રમ સંવત 2082 નવા વર્ષે પેઢી ખોલવાનું મુહૂર્ત
(1) કારતક સુદ-1 બુધવાર સ્વાતિ નક્ષત્ર - વિક્રમ સંવત 2082 ‘પીંગલ’ નામ સંવત્સર.
• તા. 22 ઓક્ટોબર - સમય: સવારે 06-41થી 09-33 લાભ અને અમૃત ચોઘડિયા ઉત્તમ. બુધ-ચંદ્રની હોરાઓ શ્રેષ્ઠ. સવારે 10-58થી 12-00 શુભ ચોઘડિયું, નવા વર્ષે પેઢી ખોલવી. કાંટાપૂજન, તિજોરી, ધનભંડાર પૂજન કરવું તથા ચોપડામાં મિતિ દોરવી. આ નવા વર્ષનું સર્વશ્રેષ્ઠ મુહૂર્ત છે.
(2) કારતક સુદ-2 ગુરુવાર, વિશાખા નક્ષત્ર
તા. 23 ઓક્ટોબર - સવારે 06-42થી 08-07 ગુરુની હોરા ઉત્તમ. શુભ ચોઘડિયું. સવારે 10-59થી 15-16 વિજય અભિજિત મુહૂર્ત સમન્વિત ચલ, લાભ અને અમૃત ચોઘડિયા શ્રેષ્ઠ સાથે ચંદ્ર-ગુરુની હોરાઓ ઉત્તમ.
(3) કારતક સુદ-3 શુક્રવાર, રાજયોગ શ્રેષ્ઠ.
તા. 24 ઓક્ટોબર વિંછુડો લાદે (પેટે) ઉત્તમ - સમય: સવારે 06-42થી 10-59. ચલ - લાભ અને અમૃત ચોઘડિયા, શુક્ર-બુધ-ચંદ્રની હોરાઓ શ્રેષ્ઠ.
બપોરે 12-00થી 12-48 વિજય અભિજિત મુહૂર્ત ઉત્તમ.
(4) કારતક સુદ-5 રવિવાર
તા. 26 ઓક્ટોબર લાભપાંચમ, જ્ઞાનપંચમી, સિદ્ધિ યોગ શ્રેષ્ઠ - સમય: સવારે 10-48થી 12-48 અમૃત ચોઘડિયું અને ગુરુની હોરા ઉત્તમ. સાથે વિજય અભિજિત મુહૂર્ત શ્રેષ્ઠ.
(5) કારતક સુદ-7 બુધવાર, તા. 29 ઓક્ટોબર - સમય: સવારે 06-45થી 09-24 લાભ અને અમૃત ચોઘડિયા ઉત્તમ, બુધ-ચંદ્રની હોરાઓ શ્રેષ્ઠ.
(6) કારતક સુદ-10 શનિવાર
તા. 01 નવેમ્બર - સમય: સવારે 08-11થી 09-35 શુભ ચોઘડિયું સાથે ગુરુની હોરા ઉત્તમ. સવારે 10-47થી 13-47 શુક્ર-બુધ-ચંદ્રની હોરાઓ શ્રેષ્ઠ. રવિયોગ ઉત્તમ સાથે વિજય અભિજિત મુહૂર્ત શ્રેષ્ઠ. નવા વર્ષે પેઢી ખોલવી, કાંટાપૂજન, તિજોરી, ધનભંડાર પૂજન કરવું તથા ચોપડામાં મિતિ દોરવી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter