મને શંકા છે કે તમારામાંથી ઘણાને લેખનું મથાળું વાંચીને આશ્ચર્ય થયું હશે. જોકે, થોડી રાહ જુઓ અને સંપૂર્ણ મેસેજને બરાબર વાંચી તેનો ગર્ભિતાર્થ સમજવા પ્રયાસ કરજો. હું જાણું છું કે મારા અવલોકનો-નિરીક્ષણો સામે પ્રશ્નો પણ ઉઠાવાશે પરંતુ, ખાતરી રાખજો કે સમય તેમને અવશ્ય સાચા પાડશે.વિદેશી શાસનમાંથી ભારતે મેળવેલી આઝાદી બદલ ૧૫મી ઓગસ્ટે આપણે તેની ઉજવણીઓ કરી હતી. આ વર્ષે આ જ દિવસે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો હાંસલ કરવા કાબુલમાં પ્રવેશ કરી લીધો.
ઈતિહાસમાં આ દિવસની એ રીતે નોંધ લેવાશે કે ઈસ્લામિસ્ટોએ તેઓ ચોક્કસપણે શેતાનનો અવતાર હોવાનું પુરવાર કર્યું હતું. કોઈ પણ સ્ત્રી અથવા બાળકીઓ સુદ્ધાં બળાત્કારનો શિકાર બનવાથી, તાલિબાન ત્રાસવાદી સાથે બળજબરીથી લગ્ન કરવાથી, સેક્સ ગુલામ બનવાથી, ફરજિયાત બુરખા પહેરવામાંથી, તમામ પ્રકારના શિક્ષણથી દૂર કરાવાથી અથવા શરીઆનો ચુસ્ત અમલ નહિ કરવા બદલ મોતને ઘાટ ઉતારવામાંથી બચી નહિ શકે.
તાલિબાન ભયંકર કેન્સર છે જેનું સર્જન પાકિસ્તાની લેબોરેટરીઓમાં કરાયું છે. પાકિસ્તાન પોતાની ઈચ્છાનુસાર કામ કરાવી શકે તે માટે તેઓ બલિદાનને યોગ્ય પાલતુ પ્રાણીઓ સિવાય કશું જ નથી. પાકિસ્તાન તો ખુશ થઈ રહ્યું છે કે હવે અફઘાનિસ્તાન પર તાલિબાને અંકુશ મેળવી લીધો છે. પાગલપણાની આ પળમાં તેમણે પાકિસ્તાનના અંતને પણ આવકાર આપી દીધો છે. મોટા ભાગના રાજકીય નિરીક્ષકોને જે બાબત પાકિસ્તાન અને તાલિબાનના વિજય જેવી લાગે છે તે હકીકતમાં તો ભયંકર ભૂલ છે જે પાકિસ્તાનને ચાર ટુકડામાં વિભાજિત કરી દેશે. પાકિસ્તાન માટે તાલિબાન ચોથા સ્ટેજનું કેન્સર બની જશે.
અફઘાનિસ્તાનની પશ્ચિમ સરહદે રહેલું ઈરાન સમગ્ર ઘટનાક્રમને આઘાત સાથે નિહાળી રહ્યું છે. તેમના માટે પાકિસ્તાન મિત્ર નથી અને તાલિબાન માટે તો તેમને જરા પણ પ્રેમ નથી. આ વિસ્તારોમાં શિયા મુસ્લિમોની યોજનાબદ્ધ કત્લેઆમ પાકિસ્તાનની આગેવાની અને તેના ઈશારાઓ પર જ થઈ છે. બલૂચિસ્તાનના લોકો પણ લાંબા સમયથી પોતાની આઝાદી માટે લડી રહ્યા છે. તેમણે પાકિસ્તાનની સરમુખત્યારી ફગાવી દીધી છે અને સ્વતંત્રતા માટેની લડાઈ ચાલી જ રહી છે. સિંધ પ્રાંતે પણ પાકિસ્તાનની ધૂંસરી ફગાવવા આઝાદીની માગણી ઉઠાવી છે. આપણે બધા જાણીએ છીએ તેમ જો તમે સાચા કાશ્મીરી હશો તો તમે ભારતનું જ અવિભાજ્ય અંગ બની રહેવા ઈચ્છશો.
પાકિસ્તાન હવે સંકટની પરિસ્થિતિમાં આવી ગયું છે. તેનું અર્થતંત્ર નિષ્ફળ છે, તેનું લશ્કર અને વિચારધારા પણ નિષ્ફળ ગયાં છે અને તેની સરકારે તો પોતાની ગણનાપાત્ર નિષ્ફળતાઓ બદલ ગોલ્ડ મેડલ જ હાંસલ કર્યો છે. આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટી પણ આખરે સમજી ગઈ છે કે આ દુષ્ટ-હરામખોર આતંકવાદી દેશ સાથે તેમનું પ્રેમપ્રકરણ તદ્દન નિષ્ફળ રહ્યું છે. મિડલ ઈસ્ટના દેશો પણ પાકિસ્તાનથી દૂર ખસી ગયા છે. આજે પાકિસ્તાનની ઓળખ ત્રાસવાદ, બળજબરીથી કરાવાતા ધર્માન્તરણો, બળજબરીથી લગ્નો તેમજ શિયા અને અહેમદિયા સહિત લઘુમતી સમુદાયોની તબાહી કે બરબાદી માટે જવાબદાર તરીકેની જ રહી છે. ઈમરાન ખાનના વડા પ્રધાનપદ હેઠળ મદરેસાઓની સંખ્યા ત્રણ ગણાથી વધુ વધી છે. આ જ મદરેસાઓમાં નિર્દોષ બાળકોનાં કુમળાં મગજને બ્રેઈનવોશ કરી તેમને લોકોને ફરજિયાત તિરસ્કાર કરતા શીખવાડાય છે. ઈશ્વર- ખુદા, અથવા પ્રેમ અથવા શાંતિ માટે કોઈ જ જગ્યા ખાલી રખાઈ નથી. આ મદરેસાઓની એક માત્ર પેદાશ ઘૃણા કે તિરસ્કાર જ છે.
ઘૃણા- નફરત કે તિરસ્કારના પાયામાંથી જન્મેલો, તિરસ્કારમાં જ જીવન જીવતો દેશ આખરે નફરતમાં જ મોતને શરણ થશે. આજે આપણે જે પાકિસ્તાનને ઓળખીએ છીએ તેનો અંત આવશે અને છેલ્લા ૭૫ વર્ષથી જે નફરત અને દુષ્ટતાને તેણે પ્રોત્સાહન આપ્યું છે તેના થકી જ આ અંત આવશે. આખરે તો આ દેશ તેના કહેવાતા રાષ્ટ્રપિતા–એવો માનવી જેણે લોકોની જિંદગીઓ કરતાં પોતાના મિથ્યાભિમાનની વધુ દરકાર કરી- ઝીણાના અહંકારના ટકોરા સાથે અસ્તિત્વમાં આવેલો છે. આવા દેશના ભાવિમાં સર્વનાશ હંમેશાં નિશ્ચિત જ હોય છે
ભારત પોતાની સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યું છે ત્યારે કદાચ ભૂતકાળના તમામ આક્રમણખોરોની ગુલામીમાંથી સ્વતંત્ર થવાનો સમય આવી ગયો છે. આ તમામે આપણા દેશના આત્માનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોરજુલમના ૧૨૦૦થી વધુ વર્ષ પછી પણ ભારતના લોકોનું આજે પણ અસ્તિત્વ છે અને ૨૧માં સદીમાં તેઓ વધુ સમૃદ્ધ બની રહ્યા છે.
એક માત્ર ભારત વંદે માતરમની ભાવના સાથે જીવંત છે. જય હિન્દ.
(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)