પીઅરસન દ્વારા તાજેતરમાં એડિટોરિયલ ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી હતી. આ ગાઈડલાઈન્સ શિક્ષણમાં રંગભેદ સામે લડવાની કંપનીની પ્રતિબદ્ધતાને આગળ ધપાવશે. આ ગાઈડલાઈન્સ લેખકો, સમીક્ષકો અને તંત્રીઓ સહિત કન્ટેન્ટ ડેવલપર્સને લઘુમતીનું સાર્થક પ્રતિનિધિત્વ કરવામાં અને જાતિ સંબંધિત બીબાંઢાળ વાતો તથા તમામ પીઅરસન કોર્સવેર, ડિજિટલ મટિરિયલ્સ, સર્વિસીસ, ક્વોલિફિકેશન્સ અને એસેસમેન્ટમાં તેને સંબંધિત પૂર્વગ્રહોને પડકારવામાં સ્રોત તરીકે કાર્ય કરશે.
પીઅરસન ૨૨,૫૦૦થી વધુ કર્મચારીઓ સાથે ૭૦ દેશોમાં કાર્યરત દુનિયાની અગ્રણી લર્નિંગ કંપની છે. કંપની દુનિયાભરના લર્નર્સ, શૈક્ષણિક સંસ્થાઓે, એમ્પ્લોયર્સ, સરકારો અને અન્ય પાર્ટનરોને કન્ટેન્ટ, એસેસમેન્ટ અને ડિજિટલ સર્વિસીસ પૂરી પાડે છે.
આ ગાઈડલાઈન્સ પીઅરસનની વિસ્તૃત ગ્લોબલ એડિટોરિયલ પોલિસી વિશે માહિતગાર કરશે. જાતિ, વંશીયતા, લિંગ, સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન, સોશિયલ ક્લાસ, ધર્મ અને દિવ્યાંગતા સંબંધિત કન્ટેન્ટ માટે વધારવામાં આવેલા ધારાધોરણો સાથે આ પોલિસીને પુનઃપ્રકાશિત કરવામાં આવશે. આગામી ૧૨ મહિનામાં પીઅરસનના દુનિયાભરના કર્મચારીઓને આ ગાઈડલાઈન્સની ટ્રેનિંગ અપાશે.
ગાઈડલાઈન્સમાં શૈક્ષણિક સ્રોતોમાં સામાન્ય રીતે જે પાંચ પડકારો પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે તેના વિશે જણાવાયું છે. તેમાં લઘુમતીઓનું અપૂરતું પ્રતિનિધિત્વ, અતિશયોક્તિભર્યા નકારાત્મક જોડાણો, મર્યાદિત સકારાત્મક જોડાણો, ભૂલાઈ ગયેલી વાતો અને સર્વાંગી નહીં પણ વધુ વ્યક્તિગત ગેરલાભો સાથેના આઈડિયાનો સમાવેશ થાય છે. પીઅરસનના કન્ટેન્ટ પ્રોડ્યુસર્સને માર્ગદર્શન પૂરું પાડવા માટે આ ગાઈડલાઈન્સમાં દરેક પડકારનું ઉદાહરણ અને તેનો સૂચિત ઉકેલ અપાયો છે. પીઅરસનના એમ્પ્લોયીઝ રિસોર્સ ગ્રૂપ દ્વારા આ ગાઈડલાઈન્સ ડેપ્યૂટી એક્ઝિક્યુટિવ ડીન (લોકો અને સંસ્કૃતિ), ડરહામ યુનિવર્સિટી યુકેના સોશિયોલોજીના અસોસિએટ પ્રોફેસર અને યુકેમાં કરિક્યુલમમાં અસમાનતા વિશેના બ્લેક કરિક્યુલમ રિપોર્ટના લેખક ડો. જેસન આર્ડે સાથે સલાહમસલત પછી તૈયાર કરાઈ હતી.
ખાસ કરીને આ રિપોર્ટમાં પીઅરસન PRIME (People Representing the Interests of Multiple Ethnicities) તથા અશ્વેત અને/અથવા આફ્રિકન વંશના કર્મચારીઓના સશક્તિકરણ માટે સમર્પિત પીઅરસન બોલ્ડ દ્વારા મહત્ત્વનું યોગદાન અપાયું હતું.
ગ્લોબલ સ્કૂલ્સ, પીઅરસનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અબ્રાહિમ મેથ્યુઝે જણાવ્યું હતું કે ૨૦૨૦નું વર્ષ ખૂબ ખરાબ ફેરફારનું અને જાતિ તથા વંશીય સમાનતાની વાતમાં દુનિયાભરમાં પગલાં અંગેનું હતું. વિવિધ પૃષ્ઠભૂમિના લોકો દૈનિક ધોરણે જે સર્વાંગી અસમાનતાનો સામનો કરે છે તેના ઉકેલ માટે પગલાં લેવાની જરૂર પર તેમાં ભાર મૂકાયો છે. ડો. આર્ડેએ ઉમેર્યું કે તૈયાર કરાયેલી ગાઈડલાઈન્સ જાતિ અને જાતિગત સમાનતાને કેન્દ્રમાં રાખીને પ્રકાશનમાં સાંસ્કૃતિક પરિવર્તનને રજૂ કરે છે.
પીઅરસન એમ્પ્લોઈ રિસોર્સ ગ્રૂપ દ્વારા લિંગ, LGBTQ+ અને દિવ્યાંગતા સંબંધિત સાહિત્ય સામગ્રી માટે આ પ્રકારની ગાઈડલાઈનની માહિતી ગ્લોબલ એડિટોરિયલ પોલીસીમાં અપાશે અને પીઅરસન જે કોમ્યુનિટીઝની સેવા કરે છે તેને પ્રતિબિંબિત કરવા અને તે સંપૂર્ણ સમાવેશી અને વૈવિધ્યપૂર્ણ સંસ્થા હોવાની પ્રતિબદ્ધતાને આગળ ધપાવશે.

