પુરુષોત્તમ માસ

- સુધાબેન ઠકરાર Tuesday 13th October 2020 16:27 EDT
 

પવિત્ર આ પુરુષોત્તમ માસ

પુરુષોત્તમ ભગવાનનો

આ મહિનાનો મહિમા મોટો

સ્નાન જપ તપ દાનનો..... પવિત્ર..

સ્નાન કરે જો આખો મહિનો

સાગર સરિતા સરોવર કાંઠે

દાન આપે નામ જપે તે

પ્યારો બનશે કનૈયાનો... પવિત્ર..

દાન ભલે હોય મોંઘું સસ્તું

શ્રદ્ધા સૌથી મોટી વસ્તુ

ભેદ નથી પુરુષોત્તમ પાસે

ગરીબ કે ધનવાનનો..પવિત્ર...

ભક્તિ કહે છે બાળક બનીને

પ્યારા પ્રભુના ચરણ ગ્રહી લે

કરજે તું ઉદ્ધાર વ્હાલા અમારો

શરણાગત તું સહુ જગતજનનો.. પવિત્ર..


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter